સૌથી પહેલાં ગુજરાતમાં બની શકે છે ઉડતી કાર, સરકારે ડચ કંપનીને કરી ઓફર

flying car
ગાંધીનગર:| Last Updated: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (13:08 IST)

ડચ કંપની પાલ-વી પોતાની ઉડતી કારનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત અઠવાડિયે કંપનીના સીઇઓ રોબર્ટ ડિંજેમેંસને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા. કંપનીને એશિયાના બજારોમાં ઉત્પાદન માટે યોગ્ય જગ્યાની જરૂર છે.
flying car
વર્ષની શરૂઆતમાં થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિતમાં ડચ પ્રતિનિધિ મંડળમાં ડિંજેમેંસ પણ સામેલ હતા. તેમણે 2021 સુધી ભારતમાં બનાવીને વેચાણ કરવાની આશા વ્યક્ત કરી છે. કંપનીએ ભારતમાં આ ક્ષેત્રમાં કુશળ ભાગીદારી સાથે મળીને કારના ઉત્પાદનની જાહેરાત સમિટમાં કરી હતી. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે કંપનીને રોકાણના સંદર્ભમમાં સારી રીતે જાણકારી આપી છે. જોકે કંપની અન્ય રાજ્યોમાં સર્વે કરી રહી છે. ગુજરાતને લઇને સકારાત્મક છે.
flying carઆ પણ વાંચો :