રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 4 જૂન 2018 (15:53 IST)

એટીએમમાંથી પૈસા કાઢનારાઓ માટે ખુશખબર, હવે નહી લાગે GST

. એટીએમમાંથી પૈસા કાઢનારાઓને સરકારે મોટી રાહત આપી છે. એટીએમમાંથી પૈસા કાઢનારાઓને હવે ટેક્સ નહી આપવો પડે. કારણ કે એટીએમમાંથી પૈસા કાઢનારાઓને જીએસટીમાંથી બહાર રાખ્યા છે.  આ સાથે જ ચેકબુક જેવી સેવાઓને પણ જીએસટીના દાયરામાંથી બાહર રાખવામાં આવી છે. પણ ક્રેડિટ કાર્ડના બાકી ચુકવણી પર લાગનારા લેટ ચાર્જ અને એનઆરઆઈ પર વીમા પોલીસી ખરીદનારને જીએસટી ચુકવવી પડશે. 
 
રાજસ્વ વિભાગે બૈકિંગ, વીમા અને શેયર બ્રોકર સેવાઓ પર જીએસટી લાગૂ થવા સંબંધમાં વારેઘડીએ ઉઠનારા પ્રશ્નોનુ નિવારણ રજુ કરી આ સંબંધમાં સ્પષ્ટીકરણ આપ્યુ છે. વિભાગે કહ્યુ કે પ્રતિભૂતિકરણ, ડેરિવેટિવ્સ અને વાયદા સોદા સાથે જોડાયેલ લેન-દેનને પણ જીએસટી વિભાગમાંથી બહાર રાખ્યા છે.  
 
નાણાકીય સેવા વિભાગે ગયા મહિને આ સંબંધમાં રાજસ્વ વિભાગ સાથે સંપર્ક કર્યો હતો. પીડબલ્યુસીમાં પાર્ટનર અને લીડર (અપ્રત્યક્ષ કર)પ્રતીક જૈને કહ્યુ કે એફએક્યુ ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે જીએસટીના દ્રષ્ટિકોણથી નાણાકીય સેવાઓ સૌથી જટિલ માનવામાં આવે છે. બેંકોને તેમના ગ્રાહકો પાસેથી સર્વિસ ટેક્સ નોટિસ મળતા ગયા મહિને નાણાકીય વિભાગે રેવેન્યૂ વિભાગ પાસેથી એટીએમ ટ્રાંજેક્શનને જીએસટીમાંથી બહાર કરવાની માંગ કરી હતી.