મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (08:22 IST)

આજથી ચાલશે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ અનારક્ષિત એક્સપ્રેસ ટ્રેન

train blast
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન  તારીખ 21 જુલાઈ 2022થી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
 
ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ - પાલનપુર - ગાંધીધામ દૈનિક એક્સપ્રેસ
 
ટ્રેન 19406 ગાંધીધામ - પાલનપુર એક્સપ્રેસ  તારીખ 21જુલાઈ 2022 થી રોજ સવારે 06:00 કલાકે ગાંધીધામથી ઉપડીને  તે જ દિવસે 12:40 કલાકે પાલનપુર પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 19405 પાલનપુર - ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુર થી 13:10 કલાકે ઉપડીને તે જ દિવસે 19:50 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓ માં ભીમાસર, ચિરઈ, ભચાઉ, વોંધ, સામાખ્યાલી , લકડિયા, શિવલાખા, ચિરોડ, કિડિયાનાગર, પદમપુર, ભુટકિયા ભીમાસર, આડેસર, લખપત, પીપરાલા, ગરમડી, સાંતલપુર,છાંણસરા, વાઘપુરા, વારાહી, પીપળી,રાધનપુર,દેવગામ, ભાભર, મીઠા, દિયોદર, ધનકવાડા, જસાલી, ભીલડી, લોરવાડા, ડીસા અને ચંડીસર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય વર્ગના બિનઆરક્ષિત કોચ હશે.
 
ટ્રેન નંબર 19406/19405 માટે એસી ચેર કારનું બુકિંગ 20મી જુલાઈ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલ્લું છે.
 
ટ્રેન નંબર 09405/09406 પાલનપુર-રાધનપુર-પાલનપુર સ્પેશિયલ પેસેન્જર ટ્રેનનું સંચાલન  કાયમ માટે બંધ થઇ જશે
 
ટ્રેનના સ્ટોપેજ, સમય, સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને  મુલાકાત લઈ શકે છે.