Gold 71000- સોનાનો એક તોલાનો ભાવ 71,000ને પાર કરી ગયો
Gold Rate 71000- આજે 1 એપ્રિલ નાણાકીય વર્શનો પ્રથમ દિવસ જાણો દિવાળીની જેમ છે. આજે 24 કેરેટ સોનાના ભાવ 71000 પાર છે.
શુક્રવારે સોનાનો ભાવ 69,050 હતો, જે આજે 71,000 પાર કરી ગયો છે. 24 કેરેટ સોનું ખરીદવું હોય તો આજે 71,000 કરતા મોટી રકમ આપવી પડશે. આ સાથે 22 કેરેટ 18 કેરેટ અને 14 કેરેટમાં પણ ઉતરોતર ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
સોનાની પાછળ ચાંદી પણ રૂ.75,500 પહોંચી છે. છેલ્લા એક માસમાં સોનામાં 8 ટકા જ્યારે દિવાળી પછીથી અત્યારસુધીમાં 13 ટકાનું આકર્ષક રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સોનામાં તેજીનું મુખ્ય કારણ અમેરિકામાં ઇકોનોમી ગ્રોથ મજબૂત બનવા સાથે આગામી ફેડની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો થશે તેવા સંકેતથી સોનુ 2,240 ડોલરની સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ચાંદી 25 ડોલરની નજીક પહોંચવાનું અનુમાન છે.
માર્ચમાં જ સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.5,700 ચાર માસમાં સોનામાં રૂ.7,800 મોંઘું થયું છે.રોકાણના અનેક વિકલ્પો છતાં ગુજરાતીઓ જ્યારે છેલ્લાં 5 વર્ષમાં સોનામાં રોકાણ દર વર્ષે ડબલ ડિજિટમાં રહ્યો છે. 2019માં સોનાની કિંમત સરેરાશ રૂ. 39,000 પ્રતિ 10 ગ્રામ હતી જેમાં સરેરાશ 77 ટકાથી વધુ રિટર્ન મળી રહ્યું છે. એટલું જ નહીં છેલ્લા બે-ત્રણ વર્ષમાં કરાયેલા રોકાણનું મોટા પાયે પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે.