શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2023 (12:19 IST)

Gold Price: અક્ષય તૃતીયાથી પહેલા સસ્તુ થઈ ગયો સોનુ કીમતમાં આવી મોટી ગિરાવટ

gold rate
Gold Price Today - ગોલ્ડ ખરીદવા વાળા માટે સારા સમાચાર છે. જો તમે પણ આ સમયે અક્ષય તૃતીયા પર સોના ખરીદવાના પ્લાન બનાવી રહ્યા છો તો ગોલ્ડની કીમતમાં મોટી ગિરાવટ જોવા મળી રહી છે. આજે દિલ્હી સર્રાફા બજારમાં સોના સસ્તુ થઈ ગયો છે. તેની સાથે જ ગ્લોબલ માર્કેટમાં પણ સોનાની કીમતમાં ગિરાવટ આવી રહી છે. જેનો અસર ઘરેલૂ માર્કેટમાં પણ જોવા મળી રહ્યુ છે. HDFC સિક્યોરિટીઝે આ અંગે માહિતી આપી છે.
 
તમને જણાવી દઈએ કે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 510 રૂપિયા ઘટીને 59,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. તે જ સમયે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ ઉપરાંત ચાંદીની કિંમત પણ રૂ.920 ઘટીને રૂ.74,680 પ્રતિ કિલોગ્રામ પર આવી.