રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2023 (18:10 IST)

Gold Silver Price Today - બીજા નોરતે સોનાના ભાવમાં ભડકો

gold coin
સોના ચાંદીની કિમંત (Gold Silver Price Today) મા સતત તેજી જોવા મળી રહી છે.  જોકે, આજે એમસીએક્સ એક્સચેન્જ પર સોનાના ભાવ ઘટાડા સાથે ખુલ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સોનું જે એક સમયે 56 હજાર રૂપિયાની આસપાસ હતું તે આજે 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું છે.  ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પહેલા સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવ પર પણ પડી છે. જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. ચાલો તમને સોના અને ચાંદીની કિંમતો વિશે જણાવીએ.
 
સોનાની કિંમત શું છે
 
MCX એક્સચેન્જ પર આજે સોનાના ભાવ ઘટાડા સાથે ખુલ્યા હતા. શુક્રવારે સાંજે સોનું રૂ.59408 પર બંધ થયું હતું. આજે સવારે, 5 ડિસેમ્બર, 2023 ના રોજ ડિલિવરી માટે સોનાની કિંમત 59209 રૂપિયાના સ્તરે ખુલી હતી. સોનામાં હાલમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે 5 ફેબ્રુઆરી 2024 ના રોજ ડિલિવરી માટે સોનું રૂ 59850 ના સ્તરે ઘટાડા સાથે ખુલ્યું છે. આજે સવારથી તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
શું છે ચાંદીની કિંમત 
 
MCX એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે આજે ચાંદી ઘટાડા સાથે ખુલી હતી. આજે, 5 ડિસેમ્બર, 2023 ના રોજ ડિલિવરી માટે ચાંદી 71200 રૂપિયાના સ્તરે ખુલી છે. તે ગયા શુક્રવારે 71287 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જ્યારે 5 માર્ચ 2024ના રોજ ડિલિવરી માટે ચાંદીની કિંમત 72570 રૂપિયા પર ખુલી હતી. ગયા શુક્રવારે તે રૂ.72694ના સ્તરે બંધ થયો હતો.