શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જૂન 2019 (13:01 IST)

Google એ સમાચાર દ્વારા કમાવ્યા 32900 કરોડ રૂપિયા, પત્રકારોને ભાગીદારી આપવાની માંગ

ગૂગલે ગયા વર્ષે એટલે કે 2018માં સતત બિઝનેસથી 4.7 અરબ ડોલર એટલે કે લગભગ 32900 કરોડ રૂપિયાની કમાણી કરી છે.  ગૂગલે આ કમાણી ગૂગલ ન્યુઝ અને ગૂગલ સર્ચમાં થનારા ન્યુઝ સર્ચ દ્વારા કરી છે. આ રકમ એવેજર્સની બે ફિલ્મોના કુલ ટિકિટના વેચાણથી થનારી કમાણીથી વધુ બતાવાય રહી છે.  ગૂગલની આ કમાણીની માહિતી ન્યુઝ મીડિયા અલાયંસની એક રિપોર્ટ દ્વારા મળી છે. 
 
ન્યુઝ દ્વારા ગૂગલની વર્ષ 2018માં થયેલ કુલ કમાણી અમેરિકામાં ગયા વર્ષે ન્યુઝ ઈંડસ્ટ્રી જાહેરાતમાં થયેલ કુલ ખર્ચના લગભગ છે. અમેરિકામાં ગયા વર્ષે ન્યૂઝ ઈડસ્ટ્રીએ ડિઝિટલ જાહેરાત પર લગ્તભગ 5.1 બિલિયન ડોલર્સ એટલે કે લગભગ 35,438 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. 
 
ન્યૂયોર્ક ટાઈમ્સની રિપોટમાં એનએમએના મુખ્ય કાર્યકારી ડેવિડ શેવર્ને કહ્યુ છે કે દુનિયાભરના જે પત્રકારોએ સમાચાર તૈયાર કર્યા છે તેમણે ગૂગલની આ 4.7 અરબ ડોલરની કમાણીમાંથી કેટલોક ભાગ મળવો  જોઈએ. ઉલ્લેખનીય છે કે એનએમએ અમેરિકાના 2000થી વધુ સમાચાર પત્રોનુ પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા છે. 
 
રિપોર્ટનુ માનીએ તો જાન્યુઆરી 2017થી જાન્યુઆરી 2018 સુધી ન્યુઝ પબ્લિશ કરનારી વેબસાઈટ પર ગૂગલ પરથી આવનારો ટ્રાફિક 25 ટકા એટલે કે લગભગ 1.6 મિલિયન વિઝિટ પ્રતિ અઠવાડિયુ થઈ ગયુ છે. એનએમએ એ પણ દાવો કર્યો છે કે આ રિપોર્ટમાં ગૂગલની આ કમાણીને જોડવામાં આવી નથી જે ગૂગલ ન્યુઝ પર ક્લિક કરનારા કોઈ યુઝર્સના ડેટા દ્વારા કમાવે છે. 
 
ટ્રેડિંગમાં 40 ટકા ન્યુઝ માટે સર્ચ 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગૂગલની ટ્રેડિગ સર્ચમાં 40 ટકા સર્ચ ન્યુઝ માટે થાય છે. ત્યારબાદ ગુગલ લોકોના સર્ચ મુજબ તમામ વેબસાઈટ્સ દ્વારા સમાચાર આપે છે. પણ જેમના સમાચારને ગૂગલ સર્ચ કરનારા યુઝર્સને આપે છે તેમને તે કશુ નથી આપતુ.  સર્ચ પછી ગૂગલ તેની સાથે સંબંધિત ન્યૂઝની હેડલાઈન યુઝર્સને બતાવે છે. આવામાં સમાચાર વેબસાઈટૅને ટ્રાફિક મળે છે પણ તેને આર્થિક રૂપે કશુ મળતુ નથી.