શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 મે 2019 (12:11 IST)

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં એવા પ્રશ્નોના જવાબ છે, જેની ગૂગલને પણ જાણ નથી – વિકાસ કપૂર

ધાર્મિક સિરિયલોના મહાગુરૂ અને લેખક વિકાસ કપૂરની નવી સિરિયલ 'શ્રીમદ્ ભાગવત મહાપુરાણ' 2 જૂનથી કલર્સ ચૅનલ પર

 નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત સિરિયલ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ 2 જૂન 2019થી કલર્સ ચૅનલ પર દર રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થશે. શોના દિગ્દર્શક છે કમલ મૂંગા જ્યારે કથા, પટકથા, સંવાદ વિકાસ કપૂરે લખ્યા છે. આ અગાઉ વિકાસ કપૂર પાંચ હજાર કલાકથી વધુનું વિભિન્ન સિરિયલો અને ફિલ્મો લખી ચુક્યા છે. શિરડી સાઈબાબા ફિલ્મ માટે રાષ્ટ્રપતિ ઍવોર્ડ મેળવનાર કપૂરે ઓમ નમ: શિવાય, શ્રી ગણેશ, શોભા સોમનાથ કી, જય સંતોષી મા, જપ તપ વ્રત, મન મેં હૈ વિશ્વાસ, સાઈ ભક્તો કી સચ્ચી કહાનિયાં જેવી ધાર્મિક સિરિયલો લખી ચુક્યા છે. અને એટલા માટે જ તેમને મહાગુરૂ કે ભગવાનના પોતાના લેખક તરીકે ઓળખવામાં આવે છે.


           શ્રીમદ્ ભાગવત સિરિયલ અંગે વિકાસ કપૂર જણાવે છે કે, હું શરૂઆતથી જ તમામ પ્રકારના ધાર્મિક પુસ્તક, ગ્રંથ, ગીતા, વેદ, કુરાન, બાઇબલ વગેરે વાંચતો હતો. યુવાવસ્થાથી જ પૌરાણિક કથાઓના રહસ્ય ઉજાગર કરવા એ મારૂં પ્રિય કાર્ય હતુ. કાનપુરના અનેક અખબારોમાં મારા લેખ છપાતા હતા. એકવાર મે કાનપુરની પ્રસિદ્ધ દીનદયાલ વિદ્યાલયના રજય જયંતિ સમારંભમાં પંડિત ૐ  શંકર દ્વારા લિખિત હિન્દી નાટક યુગપુરૂષનું દિગ્દર્શન કર્યું હતું. કાર્યક્રમમાં નિતિશ ભારદ્વાજ મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા જેઓ એ સમયે દૂરદર્શન માટે ગીતારહસ્ય બનાવી રહ્યા હતા. તેમના આગ્રહને કારણે હું મુંબઈ આવ્યો. લોકોને મળતો ગયો અને કારવાં અહીં સુધી પહોંચ્યો.
        શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અંગે જણાવતા વિકાસ કપૂર કહે છે કે, એમાં સામાન્ય જનતાના મનમાં ઉઠતા સવાલોનું પ્રતિનિધિત્વ રાધા કરશે અને એના જવાબો શ્રી કૃષ્ણ આપશે. મારા ગહન સંશોધનના નીચોડનો આમાં સમાવેશ કરાયો છે. ભાગવતમાં એવું ઘણું છે જે ગૂગલબાબા પણ નથી જાણતા. એમાં એવા ઘણા પ્રશ્નોના ઉત્તર છે જે આજ સુધી દર્શાવાયા નથી. જેમ કે પાર્વતી દ્વારા નિર્મિત શ્રીગણેશજીનું જે માથું શંકરજીએ ત્રિશૂલથી કાપ્યું હતું એ માથું હાલ ક્યાં છે? શંકર ભગવાનની અગિયાર મુંડીની માળામાં મુંડીઓ કોની છે? રાધા અને કૃષ્ણના વિવાહ કેમ ન થયા? શ્રી રામે સીતાનો ત્યાગ કેમ ન કર્યો? જેવા અનેક અનુત્તર પ્રશ્નોને આ શોમાં દર્શાવવામાં આવ્યા છે. એ માટે નિખિલ દ્વિવેદી તથા પ્રદીપ કુમાર ધૂતજીનો પુષ્કળ સહયોગ મળ્યો ત્યારે  શક્ય બન્યું.
             તેમના પુસ્તક કુંડલિની જાગરણ અંગે કપૂર જણાવે છે કે, આ પુસ્તક વાંચકોને ઘણું પસંદ પડી રહ્યું છે. કુંડલિની જાગરણ સાત ચક્રોનું રહસ્ય છે જેને યોગશાસ્ત્રના યોગ ગુરૂ પતંજલિએ વિસ્તારથી લખ્યું હતું. પરંતુ એ સમયની પરિસ્થિતિ અને સાધન અલગ હતા અને આજે અલગ છે. સાહિત્યકાર શરદ પગારેએ કપૂરે કપૂરનું પુસ્તક વાંચ્યા બાદ લખ્યું કે, પતંજલિનું યોગશાસ્ત્ર અગાઉ વાંચ્યું હતું પણ આજે તમારા પુસ્તકને વાંચ્યા બાદ આ ગૂઢ વિદ્યા સરળતાથી સમજી શક્યો. વિકાસ કપૂર કહે છે કે સાત ચક્રને જાગૃત કરવા એ કઠીન સાધના છે પણ ગૌતમ બુદ્ધ તથા ગુરૂ નાનક દેવના તમામ ચક્ર જાગૃત હતા. આજે મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીના અનેક ચક્ર જાગૃત છે કારણ, આટલી મહેનત કરવા છતાં તેઓ થાકતા નથી, તેઓ હંમેશ ઉર્જાવાન જ હોય છે.
             તેમનો દંગલ ટીવી પર પ્રસારિત થઈ રહેલો શો અચાનક ઉસ રોજ દર્શકોને ઘણો પસંદ પડ્યો છે. ઉપરાંત ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમના ક્રિકેટરોની જીવનની હકીકત અને સંઘર્ષ પર બની રહેલી હિન્દી ફિલ્મ જજ્બા – યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થનું દિગ્દર્શન પણ વિકાસ કપૂર કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા છે આશિમ ખેત્રપાલ.