બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (10:54 IST)

ઇન્કમટેક્સનું છેલ્લું રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝા પણ નહીં મળે, અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીએ ડેક્લેરેશન આપવું પડશે

વિદેશ જવા માગતા લોકોએ વિઝા એપ્લિકેશન કરતી વખતે સાથે ઇન્કમટેક્સનું છેલ્લું ભરેલું રિટર્ન મૂકવું પડશે. જો લેટેસ્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવ્યું હોય તો તે વ્યક્તિને વિઝા નહીં મળી શકે. 1 જાન્યુઆરીથી કોઇ પણ વ્યક્તિ વિઝા માટે અરજી કરશે તો ઇન્કમટેક્સના લેટેસ્ટ રિટર્નની કોપી જોડવી પડશે.31 ડિસેમ્બર 2021 પહેલા રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝાની એપ્લિકેશન કરવામાં મુશ્કેલી પડશે. આ વખતે સરકારે નવા પોટર્લના કારણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ડિસેમ્બર 2021 કરી હતી. 31 ડિસેમ્બર 2021 પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો રૂ. 1 હજારના દંડ સાથે ભરી શકશે. સરકારના જણાવ્યા અનુસાર ઇન્કમટેક્સ રિટર્નમાં આપેલી રિફીલ ઇન્કમટેક્સ ફોર્મેટના કારણે કરદાતાને ઘણી સગવડતા રિટર્ન ફાઇલ કરવામાં રહે છે. અભ્યાસ માટે વિદેશ જતાં વિદ્યાર્થીએ ડેકલેરેશન ફાઈલ કરવું પડશે.જો કોઇ વ્યક્તિએ પાનકાર્ડ લીધું હોય તે દરેક કરદાતાએ રિટર્ન ભરવું જરૂરી છે. પરંતુ તે વ્યક્તિ સુપર સિનિયર સિટીઝન હોય તો તેમને કેટલાક કેસમાં રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બાળકોના નામે પાન કાર્ડ લેવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં તેમના વાલીએ પોતાના રિટર્નમાં માઇનોરના રિટર્નનો ઉલ્લેખ કરવો જરૂરી છે. જ્યારે વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓએ આવક માટે ડેક્લેરેશન આપવાનું રહેશે કે તેમની આવક ટેકસપાત્ર નથી. એવું નિષ્ણાંતોનું માનવું છે.