સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 1 જાન્યુઆરી 2022 (15:58 IST)

વઝીરએક્સ બાદ અન્ય ક્રિપ્ટો એક્સચેન્જ પણ રડાર પર, GST અધિકારીઓએ દરોડા પાડ્યા

GST Evasion By Cryptocurrency Exchange: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ તરીકે પોતાની ઓળખ બનાવનાર WazirX પર GST ઇન્ટેલિજન્સ વિભાગની કાર્યવાહી બાદ હવે અન્ય એક્સચેન્જો પણ GSTના મહાનિર્દેશાલયના રડાર પર છે. એક અહેવાલ અનુસાર, સત્તાવાળાઓએ દેશમાં કાર્યરત અન્ય ક્રિપ્ટો એક્સચેન્જો સામે પણ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. 
 
 
DGGIએ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝિરએક્સ પર દરોડા પાડ્યા
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે અહીં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝિરએક્સ પર દરોડા પાડ્યા બાદ દેશભરના મુખ્ય ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર્સની ઑફિસો પર દરોડા પાડ્યા છે. આ દરોડાની આગેવાની GST ઇન્ટેલિજન્સ અધિકારીઓએ કરી હતી.એક મિડીયા રિપોર્ટ અનુસાર, DGGIએ મોટા પાયે કરચોરી શોધી કાઢી છે. અગાઉ, DGGI અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે વિભાગે કરચોરીથી બચવા માટે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX પર રૂ. 49.20 કરોડનો દંડ ફટકાર્યો છે.