1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (18:43 IST)

ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય; ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમય 15 દિવસ લંબાવાયો

રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી. જેને ધ્યાને લઇને તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો ૧૫ દિવસ લંબાવવા ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો આગામી તા. ૩૦ મે ૨૦૨૨ સુધી લંબાવવામાં આવ્યો છે જેનો મહત્તમ ખેડૂતોને લાભ મળશે તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો તા.૧૫ મે-૨૦૨૨ના રોજ પૂર્ણ થયો હતો જે હવે તા. ૩૦ મે-૨૦૨૨ સુધી લંબાવાયો છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે