ઇન્કમટેક્સના આઈટી વિભાગના કર્મીને કોરોના પોઝિટીવ આવતાં વિભાગ બંધ

Last Modified બુધવાર, 29 એપ્રિલ 2020 (12:55 IST)
શહેરના ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા મંગળવારે ડિપાર્ટમેન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. લૉકડાઉનથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બંધ હતું. જ્યારથી સરકારે છૂટ આપી ત્યારથી 33 ટકા કર્મચારીઓ સાથે આશ્રમ રોડ પરનું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કામ કરતું થયું હતું. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટમાં ફ્યુમિગેશન પણ કરવામાં આ‌વ્યું હતું.
શહેરના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીને મંગળવારે કોરોના પોઝિટિવ આવતા ડિપાર્ટમેન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. આ કર્મચારી કમ્પ્યુટર તેમજ સર્વર ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. જેથી તેઓ તમામ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને ઓનલાઇન વેબિનારનું કામ સંભાળતા હતા. છેલ્લા પાંચ-સાત દિવસથી તેઓ આવતા નહોતા,
રિપોર્ટ આવતા તેમને એવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મંગળવારે ફ્યુમિગેશન કરવા માટે બંધ કરવું પડ્યું હતું. આ કર્મચારી ડિપાર્ટમેન્ટના કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ટીમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની તપાસ અને તેમનો ડેટા મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. કર્મચારીઓની ટેમ્પરેચર ગન અને તેમની હેલ્થ હિસ્ટ્રી પણ લેવામાં આવશે.આ પણ વાંચો :