1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 17 મે 2022 (17:48 IST)

મોંઘવારીએ તોડ્યા રેકોર્ડ, એપ્રિલમાં થોક મોંઘવારી દર 15 ટકાને પાર પહોચ્યો

ગયા મહિને એપ્રિલ 2022માં વાર્ષિક ફુગાવાનો દર 15.08 ટકા પર  રહ્યો છે. ગયા વર્ષે એપ્રિલની સરખામણીમાં આ 5 ટકા વધુ છે.  બીજી બાજુ ગયા વર્ષની વાત કરીએ તો એપ્રિલ 2021માં આ 10.74 ટકા પર હતો. જે એપ્રિલમાં 15 ટકાની નિકટ પહોંચી ગયો. માર્ચ્ય 2022માં આ 14.55 ટકા જેટલો રહ્યો હતો. મોંઘવારીના દરના આંકડા આવનાર મહિના સાથે પોતાના તમામ જૂના રેકોર્ડ તોડી રહ્યુ છે. છેલ્લા લાંબા સમયથી મોંઘવારીનો દર 10 ટકાની ઉપર છે. 

એપ્રિલ મહિનામાં ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર 8.35% રહ્યો છે, જે માર્ચ 2022માં 8.06% હતો. બળતણ અને ઊર્જાનો મોંઘવારી દર વધીને 38.66% થયો છે, જે માર્ચ 2022માં 34.52% હતો, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોનો મોંઘવારી દર એપ્રિલમાં 10.85% હતો, જે માર્ચ 2022માં 10.71% હતો.
 
રિટેલ ફુગાવો પણ રેકોર્ડ સ્તરે છે
 
એપ્રિલ 2022માં છૂટક ફુગાવો પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ડેટા અનુસાર, એપ્રિલ 2022માં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ફુગાવો વધીને 7.79 ટકા થઈ ગયો છે. જ્યારે માર્ચ 2022માં તે 6.95 ટકા હતો. જ્યારે એપ્રિલ 2021માં તે 4.21 ટકા હતો. ગ્રાહક ભાવ આધારિત ફુગાવાના ડેટા સતત ચાર મહિનાથી ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મર્યાદાથી ઉપર રહ્યા છે.
 
દેશમાં ઘઉનો ભંડાર પણ પાંચ વર્ષના સૌથી નીચલા સ્તર પર વધતી મોંઘવારીની સાથે ઘઉનો ઘટતો સ્ટૉક પણ ચિંતા વધારી રહ્યો છે.  એક રિપોર્ટ અનુસાર દેશમાં ઘઉનો સ્ટોક  2022-23 માં ઓછો થઈ શકે છે અને 2016-17ના સૌથી નીચલા સ્તર પર પહોંચી શકે છે. છેલ્લા 13 વર્ષમાં આ તમારા સૌથી નીચલા સ્તર પર પહોંચી શકે છે. સરકારની તરફથી છેલ્લા 15 વર્ષમાં ઘઉની ખરીદી સૌથી ઓછી કરવામાં આવી છે.