મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 ઑગસ્ટ 2022 (17:53 IST)

Jio 5G - જિયોનો સસ્તો 5G સ્માર્ટફોન

Jio 5 G smartphone
Jio ટૂંક સમયમાં ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. કંપની આ વખતે 5G ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Jioએ ગયા વર્ષે પોતાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. બ્રાન્ડે આ ફોનને ગૂગલ અને ક્વોલકોમ સાથે મળીને લોન્ચ કર્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો હવે કંપની 5G ફોન પર કામ કરી રહી છે.
 
Jio Phone 5G ક્યારે લોન્ચ થશે?
રિપોર્ટ્સ અનુસાર Jio Phone 5G આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. તેની કિંમતની વાત કરીએ તો આ ફોન 10 થી 12 હજાર રૂપિયાના બજેટમાં આવી શકે છે. જો કે, તે તેનાથી પણ ઓછા ખર્ચે ગ્રાહકો સુધી પહોંચી શકે છે.