તહેવારોમાં આ ટ્રેનો રદ્દ કરાઈ, યાત્રીઓમાં રોષ જોવા મળ્યા
અમદાવાદથી હાવડા, ગાંધીધામ-પુરી, પુરી-અજમેર એક્સપ્રેસ સહિતની ટ્રેનો આગામી કેટલાક દિવસો માટે રદ કરવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તહેવારો ટાણે ટ્રેનો રદ રહેતા લોકોના બહારગામ જવાના શેડ્યુલ ખોરવાઇ ગયા છે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં નાગપુર વિભાગમાં કન્હાન સ્ટેશને ટ્રેક ડબલિંગના કામે લઇને આ ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ-હાવડા એક્સપ્રેસ તા.૮ થી ૧૩ ઓગષ્ટ સુધી રદ કરાઇ છે.
હાવડા-અમદાવાદ તા.૮ થી ૧૩ ઓગષ્ટ સુધી, ગાંધીધામ-પુરી તા.૧૦ ઓગષ્ટે, પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તા. ૧૩ ઓગષ્ટે, પુરી-અજમેર તા.૮ અને ૧૧ ઓગષ્ટે તેમજ અજમેર-પુરી એક્સપ્રેસ તા.૧૧ અને ૧૬ ઓગષ્ટે રદ કરવામાં આવી છે.