શનિવાર, 1 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (14:22 IST)

ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ટાટા મોટર્સ રૂ. 725 કરોડમાં ખરીદશે

Ford's Sanand plant Tata Motors Rs. Will buy for 725 crores
ટાટા મોટર્સ લિમિટેડની પેટા કંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (FIPL)એ આજ રોજ યુનિટ ટ્રાન્સફર એગ્રિમેન્ટ (UTA) પર હસ્તાક્ષર કર્યા છે. સાણંદ સ્થિત ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સંપાદન માટે કરવામાં આવેલા આ કરારમાં સમગ્ર જમીન અને ઈમારતો, ત્યાં રહેલી મશીનરી અને સાધનો સાથેના વાહન ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાથે જ સાણંદ ખાતે FIPLની વાહન ઉત્પાદન માટેની કામગીરીમાં સામેલ તમામ યોગ્ય કર્મચારીઓની ટ્રાન્સફર તથા કુલ વિચારણા માટે ટેક્સ સિવાય 725.7 કરોડ (સાતસો પચ્ચીસ કરોડ અને સિત્તેર લાખ) રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

FIPL પરસ્પર સંમતિ અંગેની શરતોના આધાર પર TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જમીન અને ઈમારતો ભાડેથી પરત લઈને પોતાની પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું સંચાલન યથાવત રાખશે. ઉપરાંત TPEMLએ FIPLની આ પ્રકારની કામગીરી બંધ કરવાની સ્થિતિમાં તેના પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના લાયક કર્મચારીઓને રોજગારી ઓફર કરવા માટે પણ સહમતી દર્શાવી છે. ટ્રાન્ઝેક્નશ બંધ કરવું એ સરકારી સત્તાધીશો પાસેથી સંબંધિત મંજૂરીઓની પ્રાપ્તિ તથા શરતોની પરિપૂર્ણતાને આધીન રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રાન્ઝેક્શન માટે ગત તા. 30 મે 2022ના રોજ ગુજરાત સરકાર, TPEML અને FIPL વચ્ચે એક ત્રિપક્ષીય એમઓયુ થયા હતા.