શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2022 (14:17 IST)

84 દિવસ સુધી Free Unlimited કોલિંગ, સાથે હાઈ સ્પીડ ઈન્ટરનેટ

Jio Recharge Plan : Jio ના રિચાર્જ પ્લાન ગ્રાહકોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે કારણ કે તે આર્થિક છે અને તેમાં મજબૂત લાભ પણ મળે છે. જો તમે પણ બેનિફિટ ઑફર લેવા માગો છો અને દર મહિને રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો અમે તમારા માટે Jioનો એક સારો પ્રીપેડ પ્લાન લાવ્યા છીએ, જે એકવાર રિચાર્જ કરાવ્યા પછી તમારે આખા 3 મહિના સુધી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. . તો ચાલો જાણીએ કે આ પ્લાન કયો છે અને તેમાં કેટલા ફાયદાઓ લઈ શકાય છે.
 
કયો છે Jio પ્રીપેડ પ્લાન  
 
અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત ₹719 છે અને એકવાર તમે તેને એક્ટિવેટ કરી લો, તો તમારે સંપૂર્ણ 3 મહિના એટલે કે 84 દિવસ માટે રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. એકવાર તમે આ રિચાર્જ પ્લાન એક્ટિવેટ કરી લો, પછી તમને એવું ટેન્શન નહીં રહે કે પ્લાન અચાનક ખતમ થઈ જાય અને તમે આસાનીથી અમર્યાદિત કૉલિંગ તેમજ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને SMSનો આનંદ માણી શકશો.