ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (15:50 IST)

બોલવાથી ભોજન ગર્મ કરી નાખશે આ ટિફિન, કીમત જાણીને આજે જ કરી નાખશો આર્ડર

જો તમે ઑફિસ જતા સમય ભોજન તમારી સાથે ટિફિનમાં લઈને જાઓ છો તો આજે આ પ્રોડક્ટ ખાસ તમારા માટે જ છે. હવે ઘરથી તો ભોજન  ગરમ જાય છે પણ ઑફિસ જઈને ઠંડુ ભોજન કરવામાં મજા નથી આવતી. હવે ઘણા લોકોના ઑફિસમાં ઓવન હોય છે પણ તેમાં પણ આળસ આવે છે. પહેલા ઉઠો, પછી ટિફિન ખોલીને પછી ભોજન ગરમ કરીને ખાવું. પણ  Milton Smart Electric App Enabled Tiffin સાથે આ પરેશાની નથી થાય. જી હા આ એક ઈલેક્ટ્રીક ટિફિન છે જે માત્ર તમારા બોલવાથી જ ભોજન ગરમ કરી નાખે છે. આ ટિફિન વાઈ-ફાઈથી કનેક્ટ હોય છે અને સ્માર્ટફોનમા એપથી કનેક્ટ થઈ જાય છે. 
 
 Milton Smart Electric App Enabled Tiffin આ એક ઈલેક્ટ્રીક ટિફિન છે. આ 3ના સેટમાં હોય છે. તેના દરેક સેક્શનમાં 300ml ની કેપેસિટી આપી છે. આ એલેક્સા અને ગૂગલ વૉયસ અસિસ્ટેંટની સાથે કંપેટિબલ છે. આમ તો તેની કીમત 2,999 રૂપિયા છે. તેને 33 ટકા ડિસ્કાઉંટની સાથે 1,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેનો 
કલર બ્રાઉન છે. તેના મટેરિયલની વાત કરીએ તો તેની અંદરનો મટેરિયલની વાત કરીએ તો તેની અંદરનો મટેરિયલ સ્ટીલનુ છે અને બહારનુ પ્લાસ્ટીકનુ છે. આ પ્રેશર વેક્યુમ લિડ કંટેનર્સની સાથે આવે છે. તેમાં 220-240V વોલ્ટેજ છે. સાથે જ વાઈ-ફાઈ માટે 802.11b/gWPA/WPA2/ 80 W ઉપલબ્ધ કરાવ્યુ છે. 
 
આ ટિફિન તમારા ખોરાકને ટિફિનથી 5 કિમીની ત્રિજ્યામાં હોય કે ટિફિનથી 30 મિનિટ દૂર હોય તે પ્રમાણે ગરમ કરે છે. તે 30 મિનિટ લે છે. ઉપરાંત, ખોરાકને ગરમ કર્યા પછી, તે આપોઆપ બંધ થઈ જાય છે જેથી ખોરાક વધુ ગરમ ન થાય.