શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 5 જૂન 2019 (11:04 IST)

SBIના સ્મૉલ એકાઉંટમાં આટલુ મળે છે વ્યાજ, જાણો બધા ફાયદા

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક  (SBI) વિવિધ પ્રકારની બૈકિંગ સુવિદ્યાઓની રજુઆત કરે છે.  આજે અમે એસબીઆઈની તરફથી રજુ પેશ સ્મોલ એકાઉંટના વિશે બતાવી રહ્યા છીએ. આ સ્મોલ એકાઉંટને 18 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે.  જે માટે કેવાઈસી પ્રક્રિયાની જરૂર નથી. આ એકાઉંટમાં કેવાયસી પ્રક્રિયા પુરે થયા બાદ તેને સામાન્ય સેવિંગ એકાઉંટમાં બદલી શકાય છે.  આવો જાણીએ એસબીઆઈના સ્મોલ એકાઉંટ વિશે બધી જરૂરી માહિતી. 
 
વ્યાજ દર - એસબીઆઈ સ્મૉલ એકાઉંટમાં વ્યાજ દર સમાન્ય સેવિંગ એકાઉંટ જેટલુ જ મળે છે. બેંક 3.5 ટકા પ્રતિ વર્ષના દરથી વ્યાજ મળે છે. 
 
બેનિફિટ્સ - ગ્રાહકોને આ એકાઉંટ સાથે રૂપે એટીએમ-કમ ડેબિટ કાર્ડ એકાઉંટ ખોલાવતી વખતે મફતમાં મળે છે. 
 
વિદ્રડ્રોલ એંડ ટ્રાંસફર લિમિટ 
 
આ એકાઉંટ દ્વારા દર મહિને વધુમાં વધુ 10 હજાર રૂપિયા કાઢી અને જમા કરી શકાય છે. એસબીઆઈ બેંકની વેબસાઈટ મુજબ, દર વર્ષે આ સીમા 1 લાખ રૂપિયા સુધીની છે.  આ એકાઉંટ દ્વારા એકાઉંટ હોલ્ડર એક મહિનામાં વધુમાં વધુ 4 વાર પૈસા કાઢી શકે છે.  જેમા એસબીઆઈના એટીએમ અને અન્ય બેંકના એટીએમનો સમાવેશ છે. 
 
સર્વિસ ચાર્જ 
 
એસબીઆઈ સ્મોલ એકાઉંટમાં કોઈ પણ પ્રકારનુ વાર્ષિ મેંટેનેસ ચાર્જ આપવાનુ નથી. એનઈએફટી/ આરટીજીએસ જેવા ઈલેક્ટ્રોનિક ચુકવણી ચેનલો દ્વારા પૈસાની ક્રેડિટ મફત છે. કેન્દ્ર/રાજ્ય સરકારની તરફથી કરવામાં આવેલ ચેકના જમા/કલેક્શન પણ ફ્રી છે. જો એસબીઆઈના સ્મૉલ એકાઉંટને  બંધ કરવામાં આવે છે તો એકાઉંટ બંધ કરવાની કોઈ ફી નથી.