SBI એ વ્યાજ દરમાં કર્યો ફેરફાર, જાણો તમારા પર શુ પડશે અસર
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ હોમ લોનના વ્યાજ દરમાં 0.05 ટકાનો મામૂલી કપાત કર્યો અને નવી દર 10 મે થી લાગૂ થઈ ચુકી છે. તેનાથી હોમ લોન અને ઓટો લોન લેનારા કસ્ટમર્સ માટે ઈએમઆઈ (EMI)નો બોજ થોડો ઓછો થઈ ગયો છે. એસબીઆઈમા એફડી કરાવવા પર તમને થોડો ફાયદો થઈ શકે છે.
એસબીઆઈ બેંકે સંશોધિત કોષની સીમાંત રોકાણ આધારિત ઋણ દર એમસીએલઆર ને 8.50 ટકા વાર્ષિક ઘટાડીને 8.45 ટકા કરી દીધી છે. તેનાથી 10 મે પછી 0.05 ટકાનો ફાયદો ગ્રાહકોને મળી રહી છે. એસબીઆઈ બેંકે એપ્રિલ પછી હવે બીજી વાર વ્યાજ દરમાં કપાત કરી છે. આ પહેલા આરબીઆઈએ 10 એપ્રિલના રોજ વ્યાજ દર ઘટાડ્યો હતો. આરબીઆઈએ એપ્રિલમાં રેપો રેટ 25 બેસિસ પોઈંટની કમી કરી હતી.
તાજેતરમાં એસબીઆઈએ સેવિંગ એકાઉંટમાં 1 લાખથી વધુ જમા પર વ્યાજ દરને 3.5 ટકા ઘટાડીને 3.25 ટકા કરી નાખ્યા. એસબીઆએની વેબસાઈટ મુજબ વર્તમાન દરો મુજબ એસબીઆઈ સેવિંગ એકાઉંટમાં1 કરોડ રૂપિયા સુધી જમા પર 3.5 ટકાનુ વ્યાજ દર પ્રદાન કરે છે. 1 કરોડથી વધુ જમા પર વ્યાજ દર 4 ટકા છે.
ફિક્સડ ડિપોઝીટ (FD) પર SBI ની નવી વ્યાજ દર
( 9 મે 2019 થી સંશોધિત વયાજ દર )
સમય સામાન્ય નાગરિક સીનિયર સિટીજન
1 વર્ષથી 2 વર્ષથી ઓછુ 7% 7.50%
2 વર્ષથી 3 વર્ષથી ઓછુ 6.75% 7.25%
3 વર્ષથી 5 વર્ષથી ઓછુ 6.70% 7.20%
5 વર્ષથી 10 વર્ષ 6.60% 7.10%
એસબીઆઈ હોમ લોન અને અન્ય લોનની વ્યાજ દર
એસબીઆઈની તરફથી તાજેતરમાં એમસીએલઆરમાં કપાત કરવામાં આવી છે. 10 મેથી સંશોધિત એસબીઆઈની એમસીએલઆર.
પીરિયડ અગાઉનુ MCLR નવુ MCLR
ઓવરનાઈટ 8.15% 8.10%
1 माह 8.15% 8.10%
3 माह 8.20% 8.15%
6 माह 8.35% 8.30%
1 साल 8.50% 8.45%
2 साल 8.60% 8.55%
3 साल 8.70% 8.65%