20 વર્ષમાં જમા કરો 2 કરોડ રૂપિયા, જાણો મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાની રીત
મ્યૂચુઅલ ફંડમાં રોકાણ એક એવો ઓપ્શન છે જેની મદદથી તમે તમારા તમામ નાણાકીય ટાર્ગેટને પુરા કરી શકો છો. પરંતુ તેના માટે તમારે પોતાના ટાર્ગેટ અનુસાર યોગ્ય રીતે પોતાનો પોર્ટલિયો તૈયાર કરવો પડશે.
સર્ટિફાઇડ નાણાકીય પ્લાનર મ્યૂચુઅલ ફંડની બારીકીઓ વિશે જણાવી રહ્યા છે. પોર્ટફોલિયામાં વેરાયટી કેવી રીતે રાખવામાં આવે અને પોતાના ટાર્ગેટને કેવી રીતે પુરો કરવામાં આવે, અહીં સમજાવવામાં આવી રહ્યું છે.
20 વર્ષમાં 2 કરોડ રૂપિયાનો ટાર્ગેટ
અમદાવાદ સ્થિત હસમુખભાઇ ઉંમર 29 વર્ષ છે. તે લાંબા સમયથી રોકાણ કરવા ઇચ્છે છે અને તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં 12,000 રૂપિયા એસઆઇપી શરૂ કરી. હસમુખભાઇ 20 વર્ષના રોકાણનો ટાર્ગેટને લઇને ચાલી રહ્યા છે. આ ઉપરાંત હસમુખ ભાઇએ ડાયરેક્ટ ઇક્વિટીમાં 3.5 લાખનું રોકાણ કર્યું છે.
હસમુખભાઇ જાણવા માંગે છે કે શું તે આ ફંડને ચાલુ રાખે અથવા પછી 10 અથવા 15 વર્ષ પછી ફંડ સ્વિચ કરવો પડશે. આ ઉપરાંત તેમણે 20 વર્ષ બાદ 2 કરોડ રૂપિયા જોઇએ, તેના માટે તે પોતાની એસઆઇપીમાં શું ફેરફાર કરે.
હસમુખભાઇના પ્રશ્ન પર પ્લાનર કહે છે કે જ્યાં સુધી ફંડમાં મોટા ફેરફાર આવતા નથી. જેમ મેનેજમેન્ટ બદલાતું નથી, ફંડની ઓબજેક્ટિવિટીમાં ફેરફાર થતો નથી, તો તમારે ફંડને સ્વિચ કરવાની જરૂર નથી. પરંતુ ફંડની પરફોમન્સ પર સતત નજર રાખવી જોઇએ.
ઘણા એવા ફંડ છે જે ગત બે ત્રણ વર્ષથી સારા પરર્ફોમન્સ કરી રહ્યા નથી પરંતુ લોન્ગ ટર્મમાં તેમનો ટ્રેક ખૂબ સારો રહ્યો છે.
20 વર્ષ પછી 2 કરોડના ફંડ માટે હસમુખભાઇએ પોતાની 12,000 રૂપિયાની એસઆઇપીમાં દર વર્ષે 1,000 રૂપિયા વધારતા રહેવું જોઇએ. આ પ્રકારે તે પોતાના ટાર્ગેટને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.