શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી: , મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (19:48 IST)

Post Officeની આ સ્કીમોમાં રોકાણ કરી સરળતાથી બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે

ભારતીય પોસ્ટ આમ તો પત્ર વહેંચવાનું કામ કરે છે, પરંતુ સાથે જ આ એવી કેટલીક સ્મોલ સેવિંગ સ્કીમ ચલાવે છે, જેમાં રોકાણ કરીને પણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. આ સ્કીમોમાં ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ સુધી રોકાણ કરવું પડશે, ત્યારબાદ વ્યક્તિને જે પૈસા મળશે તે કરોડોમાં હોય શકે છે. 
 
આ છે તે સ્કીમ
આ લિસ્ટમાં પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, રિકરિંગ ડિપોઝિટ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને ટાઇમ ડિપોઝિટ સ્કીમ છે. આ સ્કીમ દ્વારા રોકાણકાર થોડા વર્ષોમાં મોટું ફંડ બનાવીને તૈયાર કરી શકે છે. 
 
પીપીએફમાં 1.5 લાખ રૂપિયાનું વાર્ષિક રોકાણ
પીપીએફમાં રોકાણ વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો, તો બીજી તરફ તેમાં મંથલી વધુમાં વધુ 12,500 રૂપિયા જમા કરાવી શકો છો. આ સ્કીમની મેચ્યોરિટી 15 વર્ષની હોય છે, જેને તમે આગળ 5-5 વર્ષ સુધી વધારી શકો છો. આ સ્કીમમાં આ અત્યારે 7.1 ટકાના દરથી વ્યાજ મળે છે. જો તમે દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને 25 વર્ષ સુધી પૈસા રોકો છો તો તમારું કુલ રોકાણ 37,50,000 રૂપિયા થશે. 25 વર્ષ પછી મેચ્યોરિટી પર રકમ 1.03 કરોડ રૂપિયા થઇ જશે કારણ કે તેમાં તમને કમાઉડિંગ વ્યાજનો ફાયદો મળે છે. 
 
ટાઇમ ડિપોઝિટમાં વધુ લિમીટ નથી
ટાઇમ ડિપોઝિટ એટલે એફડીમાં જમાની મેક્સિમ લીમિટ નથી. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝીટ હેઠળ 5 વર્ષની જમા પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો તમે આ સ્કીમમાં જમા 15 લાખ, વ્યાજ દર 6.7 ટકા વાર્ષિક મળે છે તો તમે 30 વર્ષમાં કરોડપતિ બની શકો છો. 
 
રિકરિંગ ડિપોઝિટમાં માસિક રોકાણ
રિકરિંગ ડિપોઝિટમાં મંથલી મેક્સિમમ કેટલા પણ રૂપિયા જમા કરાવી શકો છો. તેમાં કોઇ લિમિટ નથી. અહીં જો તમે પીપીએફના બરાબર જ દર મહિને 12500 રોકાણ કરો છો તો તમારું ફંડ તૈયાર થઇ શકે છે. રિકરિંગ ડિપોઝિટમાં તમે કેટલા પણ વર્ષ માટે રોકાણ કરી શકો છો. તેમાં 5.8 ટકા વાર્ષિક કમ્પાઉંડીંગ વ્યાજ મળે છે. જો તમે મેક્સિમમ વાષિક જમા 1,50,000 રૂપિયાનું રોકાણ કરો છો તો કમ્પાઉંડીંગ વ્યાજ મુજબ 27 વર્ષ પછી તમારી રકમ 99 લાખ રૂપિયા થઇ જશે. તેમાં કુલ રકમ રોકાણ 40,50,000 લાખ રૂપિયા થશે. 
 
એનએસસીમાં પાંચ વર્ષનો મેચ્યોરિટી પીરિયડ
જો તમે એનએસસીમાં રોકાણ કરો છો તો તમે ઇનકમ ટેક્સની કલમ 80સી હેઠળ એનએસસીમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેમાં મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે. તેમાં વાર્ષિક 6.8 ટકાના દરથી વ્યાજ મળે છે. વ્યાજ દરની વાત કરીએ તો બીજા સ્મોલ સેવિંગમાં વ્યાજ દરની દર ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવે છે પરંતુ એનએસસીમાં રોકાણ વખતે વ્યાજ દર મેચોરિટી પીરિયડ સુધી એક જ રહે છે.