બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (16:15 IST)

ઇનકમ ટેક્સ વિભાગની ગુજરાતમાં મોટી કાર્યવાહી, એશિયન ગ્રેનિટોના 40 સ્થળો પર રેડ

income tax
ગુરુવારે આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આવકવેરાની ટીમે ગુજરાતમાં 35 થી 40 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે, જે હજુ પણ ચાલુ છે. સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે એશિયન ગ્રેનિટો ઈન્ડિયાના પરિસરમાં વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જુદી જુદી ટીમો કંપનીના પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી લક્ઝરી બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડે નાણાકીય વર્ષ 2022માં ઉત્તમ નાણાકીય કામગીરીનો અહેવાલ જાહેર કર્યાના એક દિવસ બાદ કંપનીના પરિસર પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તેના નાણાકીય પરિણામો જાહેર કરતી વખતે, કંપનીએ બુધવારે જ વધુ ત્રણ રાજ્યોમાં તેનો બિઝનેસ વધારવાની યોજનાનો ખુલાસો કર્યો હતો.
 
એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ ગુજરાતના મોરબીમાં ભારતના સૌથી મોટા પ્રદર્શન કેન્દ્રોમાંનું એક સ્થાપવાની પણ યોજના તૈયાર કરી છે, આ અંતર્ગત કંપનીએ જમીન પણ મેળવી લીધી છે. આ અંગેનું કામ ટૂંક સમયમાં ચાલુ રહેવાની અપેક્ષા છે. AGL તેના નેતૃત્વની સ્થિતિને વધુ મજબૂત કરશે. જો કે, તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગના દરોડા પછી કંપનીના સ્ટોકમાં 6 ટકાનો ઘટાડો થયો છે.