બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 18 મે 2024 (13:39 IST)

ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન: બેનામી ટ્રાન્જેક્શનની માહિતીના આધારે 27 જગ્યાએ ટીમો ત્રાટકી

income tax
ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા અને અમદાવાદમાં ખુરાના ગ્રૂપ સાથે સંકળાયેલા લોકોની કેટલીક માહિતી ઇન્કમટેક્સને મળી હતી. જે માહિતીમાં કેટલાક ટ્રાન્જેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો ઇન્કમટેક્સને મળી હતી.

આથી ઇન્કમટેક્સ વિભાગે એકસાથે 27 જગ્યાએ રેડ કરીને આજે સર્ચ શરૂ કર્યું છે. હાલ એવી પણ વિગત સામે આવી રહી છે કે, થોડા સમય પહેલા કેટલાક નાણાકીય વ્યવહારની વિગતો ઇન્કમટેક્સ વિભાગને મળી હતી અને તે દિશામાં પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ કંપનીના સંચાલકો અને તેમના સ્વજન પાસેથી મહત્વની વિગત અને પેપર અંગે તપાસ કરવામાં આવી રહી હોવાની વિગત પણ સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સની ટીમ પહોંચી છે. એકસાથે ઓફિસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. થોડા સમય પહેલા થયેલા ટ્રાન્જેક્શનની માહિતીના આધારે ઇન્કમટેક્સ વિભાગે આજે અમદાવાદ અને વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના ખુરાના ગ્રૂપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સર્ચ બાદ મહત્વના ડોક્યુમેન્ટ અને ટ્રાન્જેક્શનની વિગત બહાર આવે તેવી શક્યતા છે. તેમજ ઘર અને ઓફિસ પર એકસાથે રેડ થતા આગામી સમયમાં ઇન્કમટેક્સ બેંક લોકર અને અન્ય જગ્યાએ પણ તપાસ હાથ ધરશે તેવું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં માધવ ગ્રૂપની સુભાનપુરામાં આવેલી સેન્ટ્રલ ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. આ કંપની બાંધકામ અને સોલાર પેનલનું કામ કરે છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે. વહેલી સવારથી આઇટીના અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.