1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2024 (12:04 IST)

દરેક RTOમાં AI-વીડિયો એનાલિસિસથી ડ્રાઇવિંગ ટેસ્ટ, ટ્રેક પર 18 કેમેરાથી નજર રખાશે

Ahmedabad RTO
Ahmedabad RTO
રાજ્યમાં આરટીઓનું સારથિ સર્વર મેઈન્ટેનન્સનાં કારણે બંધ રહેતા 400 અરજદારોને ધક્કો પડ્યો હતો. સર્વરનું મેઈન્ટેનન્સ કામ ચાલુ હોવાના કારણે બે-ત્રણ દિવસ સુધી વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે નહી. સારથિ પોર્ટલમાં ખામી સર્જાતા મેઈન્ટેનન્સ કરવાની ફરજ પડી છે. જેના કારણે લોકો માટે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ત્રણથી ચાર દિવસ સુધી બંધ રહેશે. ત્યારે હવે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પણ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની દરેક RTOમાં AI-વીડિયો એનાલિસિસથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. ટ્રેક પર 18 કેમેરાથી નજર રખાશે.
 
આરટીઓમાં હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ‘ગ્રાઉન્ડ સેન્સર્સ બેઝ્ડ ટેકનોલોજી’ ઉપયોગમાં લેવાય છે. પરંતુ હવે ‘વીડિયો એનાલિટિક ટેકનોલોજી’ ઉપયોગમાં લેવાશે. હાલમાં જે ટેકનોલોજી છે તેમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જોઈ શકાય છે. રિવર્સ ડાયરેક્શન ડિટેક્ટ થતું નથી. પરંતુ નવી ટેકનોલોજીમાં વ્હિકલની દરેક મૂવમેન્ટ્સ ડિટેક્ટ થશે. હાલમાં દિલ્હી, પૂણે, ચંદીગઢ વગેરે જેવા શહેરોમાં આ ટેકનોલોજી કાર્યરત છે. હવે લોકસભાની ચૂંટણી બાદ આ કામગીરી શરૂ કરાશે. આ ટેકનોલોજીમાં કેમેરા આધારિત ડ્રાઇવિંગ સ્કિલ એસેસમેન્ટ સિસ્ટમ છે. આનો ઉદ્દેશ ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ વગર ડ્રાઇવિંગ કુશળતાને ચકાસવા માટે સક્ષમ બનાવે છે. 
 
આ ટેકનોલોજી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને વીડિયો એનાલિટિક ટેકનોલોજીથી સજ્જ છે. વ્હિકલ સમગ્ર પાથ ફોલો કરે છે કે નહીં. તે આ ટેકનોલોજીથી ડિટેક્ટ થશે. એક ટ્રેક પર 17થી 18 કેમેરા લગાડવામાં આવશે. આ ટેકનોલોજી રાજ્યના દરેક આરટીઓમાં ઓપરેટ થશે અને એના માટે ઓપરેટરોને યોગ્ય ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જેમ વાહન ટેસ્ટિંગ ટ્રેક પર આગળ વધે છે તે કોમ્પ્યુટર કન્સોલ ઇમેજ ડિસ્પ્લે પર રિયલ ટાઈમમાં ટેસ્ટ ટ્રેક પર વાહન દ્વારા લેવાયેલા પાથને પ્લોટ અને ટ્રેસ કરે છે. સિસ્ટમ અન્ય પેરામેટ્રિક ડેટા સાથે ટ્રેસ કરેલા પાથના કોઓર્ડિનેટ્સને રેકોર્ડ કરવા અને સાચવવાની અને એનાલિસિસ કરે છે. વાહન દ્વારા ટ્રેસ કરાયેલા પાથ માટે અલ્ગોરિધમ્સ વિકસાવવામાં આવ્યા છે.