પ્રાઈવેટ નોકરી કરનારાઓને મોદી સરકાર જલ્દી જ આપશે ભેટ... ખિસ્સામાં આવશે લાખો

Last Modified ગુરુવાર, 15 નવેમ્બર 2018 (16:55 IST)
પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓને જલ્દી જ મોટી ભેટ આપી શકે છે. તેનાથી પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા કરોડો કર્મચારીઓને લાખો રૂપિયાનો ફાયદો થઈ શકે છે.
મોદી સરકાર પ્રાઈવેટ સેક્ટરમં ગ્રેચ્યુટી માટે ન્યૂનતમ સેવાની અવધિ ઘટાડીને 3 વર્ષની કરવાની તૈયારી કરી રહી છે.
મતલબ જો કોઈ કર્મચારીએ કોઈ કંપની 3 વર્ષ સુધી નોકરી કરી લીધી છે તો તેને ગ્રેચ્યુટી મળશે.
વર્તમન સમયમાં ગ્રેચ્યુટી માટે સેવાનો ન્યૂનતમ સમય 5 વર્ષ છે.

લેબર મિનિસ્ટ્રીએ ઈંડસ્ટ્રી પાસે માંગ્યા વિચાર

ટ્રેડ યૂનિયન લાંબા સમયથી પ્રાઈવેટ સેક્ટરમાં ગ્રેચ્યુટી માટે સેવાનો સમય ઘટાડવાની માંગ કરી રહ્યુ છે. ટ્રેડ યૂનિયનના પદાધિકારીનુ કહેવુ છે કે પ્રાઈવેટ સેક્ટરમા નોકરીને લઈને અનિશ્ચિતતા સતત વધી રહી છે. આ ઉપરાંત કર્મચારી પણ જલ્દી જલ્દી નોકરી બદલતા રહે છે.
પણ ગ્રેચ્યુટી માટે 5 વર્ષની નોકરી જરૂરી છે. આવામાં 5 વર્ષ પહેલા નોકરી બદલનારા કર્મચારીઓને ગ્રેચ્યુટીનુ નુકશાન થાય છે.
લેબર મિનિસ્ટ્રીએ આ અંગે ઈંડસ્ટ્રીના વિચાર જાણવા માંગ્યા છે કે ગ્રેચ્યુટીનો સમય ઘટાડવાથી શુ પ્રભાવ થશે.

30 દિવસની સેલેરી પર નક્કી થશે ગ્રેચ્યુટી

આ ઉપરાંત લેબર મિનિસ્ટ્રી ગ્રેચ્યુટીની ગણના કરવાની રીતમાં પણ ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. જેના હેઠળ ગ્રેચ્યુટીની ગણના 30 દિવસની સેલેરી પર કરવામાં આવી શકે છે. વર્તમાન સમયમાં પ્રાઈવેટ સેક્ટરમાં કર્મચારીની 15 દિવસની સેલેરી પર ગ્રેચ્યુટીની ગણના કરવામાં આવે છે.

શુ છે ગ્રેચ્યુટી

ગ્રેચ્યુટી કર્મચારીના વેતન મતલબ સેલેરીનો એ ભાગ છે. જે કંપની કે તેના નિયોક્તા મતલબ એમ્પ્લૉયર પોતાની વર્ષોની સેવાઓના બદલે આપે છે. ગ્રેચ્યુટી એ લાભકારી યોજના છે જે રિટાયરમેંટ લાભનો ભાગ છે અને નોકરી છોડવા કે ખતમ થતા જ કર્મચારીને ઈમ્પોલ્યર દ્વારા અપવામાં આવે છે.


આ પણ વાંચો :