રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 6 ઑગસ્ટ 2023 (17:48 IST)

મુકેશ અંબાણીએ સતત ત્રીજા વર્ષે પગાર નથી લીધો

Mukesh Ambani- ભારતના સૌથી અમીર માણસ અને રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબણીએ સતત ત્રીજા વર્ષે કોઈ પગાર નથી લીધી. એટલે કે તે છેલ્લા ત્રણ વર્ષથી તેમની કંપનીમાં કોઈપણ પગાર વગર કામ કરી રહ્યા છે. જ્યારે કોવિડ રોગચાળાને કારણે અર્થવ્યવસ્થા અને વ્યવસાયને અસર થઈ રહી હતી, ત્યારે મુકેશ અંબાણીએ કંપનીના હિતમાં સ્વેચ્છાએ પોતાનો પગાર છોડી દીધો હતો. રિલાયન્સના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23માં અંબાણીની મહેનતાણું શૂન્ય હતું.
 
છેલ્લા ત્રણ વર્ષમાં, મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા માટે પગાર સિવાયના કોઈપણ પ્રકારના ભથ્થાં, અનુદાન, નિવૃત્તિ લાભો, કમિશન અથવા સ્ટોક વિકલ્પો લીધા નથી. આ પહેલા અંગત ઉદાહરણ આપતા અંબાણીએ પોતાનો પગાર 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કર્યો હતો. તે 2008-09થી 15 કરોડનો પગાર લેતા હતા. 
 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નિખિલ મેસવાણીનો પગાર પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23માં વાર્ષિક રૂ. 1 કરોડ વધીને રૂ. 25 કરોડ સુધી પહોંચી ગયો છે. હિતલ મેસવાણી પણ કંપનીમાં રૂ.25 કરોડના વાર્ષિક પગારે કામ કરે છે. 2021-22માં તેલ અને ગેસના વ્યવસાય સાથે સંબંધિત પીએમ પ્રસાદનો પગાર 11.89 કરોડ હતો, જે 2022-23માં વધીને 13.5 કરોડ થઈ ગયો.