શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2023 (00:57 IST)

મુકેશ અંબાણીના ઘરે લક્ષ્મી આવી, મોટી વહુ શ્લોકા અંબાણીએ દિકરીને જન્મ આપ્યો

Ambani Family Baby Girl Birth: અંબાણી પરિવારમાં ફરી કિલકારીના પડઘા પડ્યા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે એક નાનકડી દેવદૂત આવી છે. તેમની મોટી વહુ શ્લોકા મહેતા અંબાણી (Shloka Mehta) એ બુધવારે (31 મે)ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અંબાણી અને શ્લોકાનું આ બીજું સંતાન છે. તેમને પૃથ્વી અંબાણી નામનો 2 વર્ષનો પુત્ર પણ છે. આકાશ અંબાણી અને શ્લોકાના વર્ષ 2018 માં લગ્ન થયા હતા અને ત્યારબાદ વર્ષ 2020 માં તેમને ત્યાં પહેલી વખત પારણું બંધાવ્યું હતું અને પૃથ્વી નો જન્મ થયો હતો.
 
 શ્લોકા મહેતાની પ્રેગ્નન્સી વિશે  અંબાણી પરિવારે એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન જાણકારી આપી હતી. NMACC લોન્ચના બીજા દિવસે શ્લોકાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો. આ પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીએ 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
 
શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન, બચ્ચન પરિવાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, કરીના કપૂર ખાન અને ઘણી મોટી હસ્તીઓ આકાશ અને શ્લોકાના લગ્નમાં હાજરી આપી હતી. શ્લોકા મહેતા દેશના પ્રખ્યાત હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે.