1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (20:29 IST)

મહાશિવરાત્રીના પર્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

mukesh ambani
આજે મહાશિવરાત્રીના પર્વને લઈને સોમનાથ મહાદેવ ખાતે લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન શીવના દર્શન કર્યા હતાં. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતાં.તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને મહાદેવનો અભિષેક પણ કર્યો હતો. 
mukesh ambani
ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરાયુ
સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.
mukesh ambani
પૂર્વ  મુખ્યમંત્રી રુપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યાં
સોમનાથ મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સામાન્ય નાગરિકોની સાથે નેતાઓ પણ આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ દર્શનનો લાભ લીધો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.