શનિવાર, 24 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (11:07 IST)

સુરતમાં સીટીબસે બસે લીધે વિદ્યાર્થીનો ભોગ, પગ લપસતાં કચડાયો વિદ્યાર્થી

સુરતના પાંડેસરથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં એક 12 ધોરણનો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ લપસી જતાં તેના પર ટાયર ફરી વળ્યું હતું. અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરના ઇન્દીરા નગરમાં રહેતા વિજયરાજ મોર્યાનો પુત્ર વિશન ધોરણ 12માં અભ્યાસ કરે છે. મંગળવારે રાત્રે ટ્યુશનથી પરત ફરતી વેળાએ ઘરે જવા માટે નિકળ્યો હતો. ત્યારે સીટીબસમાં ચડતે વખતે તેનો પગ લપસ્યો હતો અને તે નીચે પટકાયો હતો. જેથી બસનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. 
 
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિશનને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને પ્રાથમિક સારવાર બાદ તેનું મોત થયું હતું. વિશનના પરિવારે જ્યાં સુધી ડ્રાઈવરની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો. જોકે પોલીસે સિટીબસના ચાલક સામે ગુનો નોંધી પરિવારને સમજાવતા મૃતદેહ સ્વિકારી લીધો હતો. પાંડેસરા પોલીસે સિટીબસના ડ્રાઈવરની પણ મોડી સાંજે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.