ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (13:41 IST)

દૂધ હડતાળ - એક બાજુ દૂધ માટે વલખા તો બીજી બાજુ હજારો લીટર દૂધ રસ્તામાં વહાવ્યુ !!

milk on road
રખડતાં પ્રાણીઓના મામલે માલધરી સમાજ અને સરકાર સામ -સામે છે. માલધારી સમાજ દ્વારા રાજ્યમાં રખડતા ઢોરનો કાયદો રદ કરવા સહિતની અન્ય માંગણીઓ પર દૂધની હડતાલની ઘોષણા કરવામાં આવી છે. માલધારીઓ આજે સમગ્ર રાજ્યમાં ડેરીઓ અથવા ઘરે-ઘરે દૂધ ન પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. માલધારીની દૂઘ હડતાળની અસર શહેરોમાં અમૂલની ડેરીમાં પણ જોવા મળી રહી છે. મંગળવાર સાંજથી અમૂલ ડેરીમાં દૂધનો સ્ટોક ખાલી થઇ ગયો હતો, આ હડતાની અસર  મંગળવાર સાંજથી ડેરીમાં વર્તાઇ હતી. રાતથી લોકોએ દૂધનો સ્ટોક કરતાં  રાજયભરમાં ડેરીમાં દૂધનો સ્ટોક ખતમ થઇ ગયો હતો. 
milk on road
માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી શરુ થયેલી દૂધની અછત બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ ગઈ છે. આખા રાજ્યમાં ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં લાગી ગયાં છે. એટલું જ નહીં, રાજકોટ, સુરત સહિત ઘણાં ઠેકાણે દૂધ સપ્લાય કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધમાં દૂધપાક માટે દૂધ મેળવવા લોકોને રીતસર વલખાં મારવાં પડ્યાં છે. દૂધનો સપ્લાય ચાલુ રહેશે એવી વાતો પોકળ સાબિત થવા વચ્ચે દૂધની આખો દિવસ તંગી રહેશે એ નક્કી છે.
milk in river
ગુજરાત સરકાર સામે માલધારી સમાજના વડા ઘનશ્યામપુરી બાપુએ ક્યાંય દૂધ ન ઢોળવા અપીલ કરી છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં એરપોર્ટ રોડ તેમજ સુરતના કેટલાક વિસ્તારોમાં દૂધનો સપ્લાય કરી રહેલાને આંતરી તેમનું દૂધ ઢોળી દેવાયાની ઘટના બની છે. રાજકોટ અને સુરતમાં ટોળાં ગઈકાલ રાતથી જ દૂધનો સપ્લાય રોકવા મેદાને પડ્યા છે. આમાં આજે સવારથી જ દૂધ લઈને જતાં વાહનોને આંતરી ટોળાએ કેનમાં ભરેલું હજારો લિટર દૂધ રસ્તા પર વહેવડાવી દીધું હતું. જોકે ઘનશ્યામપુરી બાપુએ દૂધ ન ઢોળવા અપીલ કરતાં જણાવ્યું છે કે આને બદલે દૂધ ગરીબોને પિવડાવવું અથવા મંદિરોમાં આપવું અથવા ખીરનો દ્વારકાધીશ ભગવાનનો પ્રસાદ બનાવીને વિતરણ કરવું.
 
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હાઇકોર્ટમાં ખોટા સોગંદનામા દાખલ કરીને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે કહ્યું કે પશુપાલકોના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર વિનાશ કરવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પશુ નિયંત્રણ બિલ લોકોના હિતમાં નથી. આ બિલ એ એક બિલ છે જે ગૌચરની સરકારી જમીન ઉદ્યોગપતિઓને સ્થાનાંતરિત કરનાર બિલ છે. 
 
માલધારી સમાજની કુલ 14 માંગ છે. જેમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા ગુજરાત પશુ નિયંત્રણ બિલને રદ કરવાની સૌથી મહત્વપૂર્ણ માંગ છે. તેથી, માલધરી વસાહતો બનાવીને ઢોર અને માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા બનાવો. તેથી, ઢોરને પકડવા માટે નિકળેલી ટીમે માલધરી સામે ખોટા કેસ નોંધાવવાનું બંધ કરવું જોઈએ. ઉપરાંત, માલધરિની માંગ છે કે ગૌચરની જમીનને અતિક્રમણ ન કરવી જોઈએ. તેથી, માલધરી સમાજે રસ્તા પર ગાયને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ.
 
દૂધની હડતાળને પગલે મંગળવારે સાંજથી જ રોજ કરતા લોકો વધુ દૂધ લઈ જતા જોવા મળ્યા. અમૂલ પાર્લર પર પણ લોકોની ભીડ જામી હતી. પાર્લર પર રેગ્યુલર કરતાં વધારે દૂધ મગાવ્યું છતાં મંગળવાર રાતથી જ દૂધ પૂરું થઈ ગયું છે. અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ભારે દૂધની અછત સર્જાઈ છે. શાહીબાગમાં આવેલી ભવાની ડેરીના મલિક અરુણ માળીએ જણાવ્યું હતું કે મેં રેગ્યુલર દૂધ મગાવવું એટલું જ મગાવ્યું હતું. મારું દૂધ રાતે 11 વાગ્યા સુધી વેચાય છે, પરંતુ આજે 8 વાગ્યાના અરસામાં જ દૂધ પૂરું થવા આવ્યું છે. લોકો જેટલું રોજ લઇ જાય એનાથી 2થી 3 ગણું દૂધ અત્યારે લઈને જઈ રહ્યા છે
 
મંગળવારે સાંજે બરોડા ડેરીના ઉપ-પ્રમુખ ગણપતસિંહે જણાવ્યું હતું કે બુધવાર સવાર માટે દૂધનું પેકિંગ થઈ ગયું છે અને એનું સવારે નિયમિત વિતરણ પણ થશે. પરંતુ આશ્ચર્યજનક રીતે બરોડા ડેરીના પાર્લરો સુધી બુધવારે સવારે દૂધ પહોંચ્યું જ નહોતું. ગ્રામ્ય વિસ્તારના વિવિધ પશુપાલકો પાસેથી આવતું દૂધ પણ અટકી ગયું હતું, જેથી દૂધની તંગી સર્જાઈ હતી