શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (10:57 IST)

આજથી ગુજરાતમાં શરૂ થશે યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા, રઘુ શર્મા-જગદીશ ઠાકોર સહિત આગેવાનો કરાવશે પ્રસ્થાન

આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરૂ થશે. કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધી 1 હજાર 200 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત મા અંબેના દર્શનથી થશે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા હાજર રહેશે.

રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આ યાત્રાનું આયોજન કરાયું છે.દેશમાં મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ અનેક વાર પ્રહાર કરતી હોય છે. ત્યારે સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આથી ગુજરાત યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા શરુ કરશે. જેની શરૂઆત ગુજરાતમાં અંબાજી માના ધામથી કરાશે.યુથ કોંગ્રેસના આગેવાનો અંબે માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરશે. જ્યારે બીજા તબક્કામાં દશેરાના દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને કોંગ્રેસ સોમનાથથી સૂઈગામની યાત્રા કરશે. 1200 કિલોમીટરની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા તેમજ સાંજના મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરાશે.'પરિવર્તન યાત્રા' અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, '27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું જો કોઈને આવ્યું હોય તો તે છે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરિક્ષાઓમાં ગેરરીતિ, નિમણૂંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.'