રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 22 જુલાઈ 2023 (14:02 IST)

દીપિકાએ મુકેશ અંબાણીને ગળે લગાવ્યા

Deepika Padukone
Deepika Padukone
દીપિકા પાદુકોણ બોલીવુડની સૌથી જાણીતી અભિનેત્રીઓ પૈકીની એક અભિનેત્રી છે. દેશ તેના ઢગલાબંધ ચાહકો છે. બીજી તરફ એક એવી હસ્તી છે જેનું નામ દુનિયાભરમાં બિઝનેસ વર્લ્ડમાં ખુબ સન્માનથી લેવામાં આવે છે દીપિકા પાદુકોણનો મુકેશ અંબાણી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં અભિનેત્રી અંબાણીને  ગળે લગાવતી જોવા મળે છે.
 
 મનીષ મલ્હોત્રાનો ફેશન શો ગુરુવારે રાત્રે ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. આ શોમાં દિગ્ગજ સ્ટાર્સ અને મોટા લોકોએ ભાગ લીધો હતો. આ યાદીમાં મુકેશ અંબાણી, ઈશા અંબાણી, દીપિકા પાદુકોણ જેવા નામ સામેલ છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ શોના સ્ટાર શોસ્ટોપર્સ હતા જેમણે મનીષ મલ્હોત્રાના નવા કલેક્શન પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીપિકા પાદુકોણ મુકેશ અંબાણીને ખૂબ જ પ્રેમથી ગળે લગાવીને અભિનંદન આપતી જોવા મળે છે.આ વીડિયોમાં દીપિકા સફેદ સાડીમાં બેકલેસ હોલ્ટર બ્લાઉઝ પહેરીને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, તેના વાળ સ્લીક બનમાં બનેલા છે અને તેણે કાનમાં એમેરાલ્ડ ઈયરિંગ્સ પહેરી છે. અભિનેત્રી બિઝનેસમેન મુકેશ અંબાણીને મળવા જાય છે અને તેમને લાંબા સમય સુધી ગળે લગાવે છે અને તેમની સાથે વાત કરતી જોવા મળે છે. તે સમયે દીપિકાની સાથે તેની સાસુ અંજુ ભવનાની પણ હતી જે સતત દીપિકાને અંબાણી સાથે વાત કરતી જોઈ રહી હતી. આ વીડિયોની સાથે રણવીર સિંહનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જ્યારે તે રેમ્પ વોકની વચ્ચે મુકેશ અંબાણી અને ઈશા અંબાણીનું અભિવાદન કરતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે મનીષ મલ્હોત્રાએ ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીના આઉટફિટ્સ ડિઝાઈન કર્યા છે