શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (18:09 IST)

2020 સુધીમાં ગુજરાતના 60,000 સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે હેલ્ધી અને ક્રંચી બ્રેકફાસ્ટ

અમદાવાદના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ નિવા ન્યુટ્રિફૂડઝ એલએલપીએ તેની હેલ્ધી, ઓટ-રીચ બ્રેકફાસ્ટ સિરિયલ, ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાની રજૂઆતની જાહેરાત કરી છે. દેશના તંદુરસ્તી અને ફીટનેસ માટે સભાન વ્યક્તિઓની જરૂરિયાત પૂરી કરવાના ઉદ્દેશથી રજૂ કરાયેલી કંપનીની નવા યુગની બ્રાન્ડ ફીટ એન્ડ ફ્લેકસનો હેતુ તેના ગ્રાહકોને બ્રેકફાસ્ટ અને એની ટાઈમ સ્નેકીંગ માટે આહારનો તંદુરસ્ત વિકલ્પ પૂરો પાડવાનો છે.  આ નવુ રજુ કરાયેલુ તંદુરસ્ત ગ્રેનોલા પોષક તત્વોથી ભરપૂર છે અને મિક્સ્ડ ફ્રૂટ, મેંગો કોકોનટ અને હેપી બેરી એમ ત્રણ વેરીયન્ટમાં ઉપલબ્ધ છે. 
આ પ્રોડકટ અંગે વધુ વિગત આપતાં નિવા ન્યુટ્રિફૂડઝ એલએલપીના સ્થાપક પથિક પટેલ જણાવે છે કે " ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલા હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ક્રંચી અને ટેસ્ટી છે. તેને સમગ્રપણે બેક કરાયેલુ હોવાથી ખૂબ જ ક્રંચી અને ટેસ્ટી છે. તે ખૂબ જ સુગંધીદાર  ફ્લેવર ધરાવે છે અને અત્યંત પોષક છે. તે ફાઈબરથી સભર હોવાને કારણે ખૂબજ પોષણદાયક બની રહે છે અને પ્રતિકાર શક્તિમાં વધારો કરવાની સાથે સાથે ઉર્જાના સ્તરમાં વધારો કરીને હૃદયને તંદુરસ્ત રાખે છે."
 
તેમણે વધુમાં જણાવ્યું કે "અમારા નિષ્ણાતોની સમર્પિત ટીમે એક વર્ષ કરતાં વધુ સમયના સંશોધન પછી આ અદભૂત પ્રોડકટ વિકસાવી છે." ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાની તમામ ત્રણેય ફ્લેવર્સ આ વર્ષે જુલાઈથી ગુજરાતના બજારમાં પ્રાયોગિક ધોરણે મુકવામાં આવી હતી અને તમામ ગ્રાહકોએ તેની  ખૂબ જ કદર કરી છે. પથિક જે પોતે પણ ફીટનેસના ચાહક છે તે જણાવે છે કે " આ પ્રોડકટ શરૂઆતમાં ગુજરાતના બજારમાં મુકવામાં આવશે. અહીંયાં પ્રારંભિક રજૂઆત પછી અમે ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાને  ઓનલાઈન રિટેઈલ ચેનલ્સ મારફતે સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરવા માગીએ છીએ. 
 
અમે હવે પછી અમારી પ્રોડકટની ભૌતિક હાજરી સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં અને તે પછી અન્ય તમામ રાજ્યોમાં વિસ્તારવા  માગીએ છીએ. ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલા 25 ગ્રામ, 275 ગ્રામ અને  450 ગ્રામની અલગ અલગ સાઈઝમાં ગુજરાતના મુખ્ય રિટેઈલ વેચાણ કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાશે." ભારતમાં બ્રેકફાસ્ટસિરિયલનુ બજાર વર્ષ 2015માં રૂ. 1526 કરોડનુ હતું જે વર્ષ 2020 સુધીમાં રૂ. 2600 કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે.
 
પથિકે વધુમાં જણાવ્યું કે  "માર્ચ 2020 સુધીમાં અમારી પ્રોડકટસ ગુજરાતના 60,000થી વધુ સ્ટોર્સમાં ઉપલબ્ધ થઈ જશે." નિવા ન્યુટ્રિફૂડઝે યુરોપિયન ટેકનોલોજી, બજાર સર્વેક્ષણ અને પ્રોડકટ ડેવલપમેન્ટમાં રૂ. 40 કરોડનુ પ્રારંભિક રોકાણ કર્યું છે. કંપનીએ  ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાની ગુણવત્તાનુ સાતત્ય અને  સ્વાદ જળવાઈ રહે તેની ખાત્રી માટે મહેસાણા નજીક તેનીઅદ્યતન ફેકટરીની સ્થાપના કરી છે. 
 
પથિકે વધુમાં જણાવ્યું કે " તેમનુ ઉત્પાદન એકમ વાર્ષિક 4,000 ટન ગ્રેનોલાની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. અમે વિશિષ્ઠ અને અનોખી પેકીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જે ફીટ એન્ડ ફ્લેક્સને ભારતના બજારમાં ઉપલબ્ધ અત્યંત ક્રંચી (કરકરૂ) ગ્રેનોલા બનાવે છે.