શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 મે 2024 (13:41 IST)

New Rules For Driving License - ગુજરાતના વાહનચાલકો માટે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે

 Driving License
ગુજરાતમાં કાર ડ્રાઇવિંગનાં શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે. લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાની જરૂર પડશે નહી.આ નિયમો હેઠળ શિક્ષણનું ઉચ્ચ ધોરણ હોવું જરૂરી છે તેમજ પ્રાઇવેટ ટ્રેઇનિંગ સ્કૂલો ખાતે નવા ડ્રાઇવર્સ તૈયાર કરવા જરૂરી છે.

લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સરકારની રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને તેમાં પાસ થવાની જરૂર રહેશે નહીં.કેન્દ્રનાં રોડ ટ્રાસન્પોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેનો 1 જૂન 2024થી અમલ કરવામાં આવશે. દરેક વ્યક્તિઓ હવે સરકાર હસ્તકની RTOને બદલે ખાનગી ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે. સરકાર દ્વારા માન્ય આવી ખાનગી સંસ્થાઓને ટેસ્ટ લેવા તેમજ યોગ્યતા માટેનાં લાઇસન્સનું સર્ટિફિકેટ આપવાનાં અધિકારો આપવામાં આવશે.

સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ કરવામાં આવ્યું છે જે હેઠળ નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવામાં આવશે. જૂના 9,00,000 સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે તેમજ કારમાંથી ઉત્સર્જિત થતા કાર્બનને નિયંત્રણમાં રાખવા નવા નિયમોનો કડક અમલ કરાશે.મંત્રાલય દ્વારા નવું લાઇસન્સ મેળવવા રજૂ કરવામાં આવનાર દસ્તાવેજોની જરૂરિયાત સરળ કરાઈ છે. ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા કેટલાક નક્કી કરેલા દસ્તાવેજોની જરૂર પડશે. આને કારણે RTO ખાતે ફિઝિકલ ચેક અપ કરાવવું પડશે નહીં. આ માટે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાશે. લાઈસન્સના પ્રકારના આધારે અરજી ફી ચૂકવવાની રહેશે.