બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (12:48 IST)

ખેડૂતો બન્યાં પગભર, બાગાયત પાકોની ખેતીએ કચ્છમાં આર્થિક ક્રાંતિ આણી

દરિયાથી ઘેરાયેલા પ્રદેશ વચ્ચેની બંજર જમીન પર  સૂકી ખેતી આધારિત કચ્છ જિલ્લામાં છેલ્લા દાયકામાં થયેલી બાગાયતી ખેતીએ કચ્છના કિસાનોમાં રીતસરની  સમાજિક આર્થિક ક્રાંતિ આણી છે. 1995ના અરસમાં કચ્છમાં કપાસ, દિવેલા કે મગફળી જેવી ખેતી થકી ખેડૂતો માંડ માંડ તેમના પાક લણી શકતા હતા જ્યારે આજે એ પરિસ્થિતિ થઇ છે કે કચ્છમાં આબોહવાની સામે લડીને ખેડૂપુત્રે ફળાઉ ખેતીમાં રીતસરના વિક્રમો હાંસલ કર્યા છે. સૂકી આબોહવા અને આકરી જમીનના સંજોગો વચ્ચે કેરી, ખારેક,   દાડમ, ચીકુ, કેળા  અને પપૈયા સ્વાદમાં અને આવકમાં મીઠા સાબિત થયા છે.

એક મહત્ત્વનું કારણ એ માનવામાં આવ્યું છે કે, ઓછા ભેજ હોવા દરમિયાન કરાતી બાગાયતી ખેતીમાં ફળની અસલ મીઠાશ જળવાઇ રહે છે અને તેના કારણે તેમાં કૃત્રિમ રસાળતા પણ નથી આવતી. ડ્રીપ ઇરિગેશન થકી કચ્છના એક લાખ એકરમાં બાગાયતી ખેતીવાડી થકી કચ્છની ખેતીવાડી ઉદ્યોગમાં ફેરવાઇ છે.  કચ્છની કેસરની મીઠાશે તાલાલાને પાછળ પાડી દીધું છે. દુબઇના સુલતાનને કચ્છી ઉદ્યોગપતિ દ્વારા કચ્છી કેસર ગિફ્ટરૂપે અપાય છે તો એક સમયે તાઇવાનથી પપૈયા આવતા હતા તેના બદલે અહીંથી પપૈયા તાઇવાન નિકાસ થવા લાગ્યા છે.  ફળ, શાકભાજી, ફૂલ અને મસાલાની ખેતીના ઉત્પાદનમાં 5.51 ટકાનો ઉછાળો બે દાયકામાં આવ્યો છે.   છેલ્લ આંકડાઓ મુજબ 8505 મેટ્રિક ટન ફળ કચ્છની જમીનમાં પાક્યાં છે જે છેલ્લા દાયકા કરતાં 176.52 ટકા વધુ છે.    કચ્છમાં ખેડુતો હવે દાડમના પાકના ઉત્પાદન તરફ વળ્યા છે,માત્ર બે વર્ષમાંજ બમણું ઉત્પાદન તેની સાબિતિ છે 2014-15માં 3337 હેક્ટર વિસ્તારમાં 46,718 મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન કચ્છમાં થયું જે 2012-13 કરતાં ડબલ છે.2016-17ની વાત કરીએ તો આ વર્ષે 5000 હેક્ટર વીસ્તારમાં 60,000 મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન કચ્છના ખેડુતો દ્વારા થયું છે.આ ઉત્પાદનને યોગ્ય માર્કેટિંગ કરી ભારતભરના વેપારીઓમાં કચ્છની ડિમાન્ડ વધારી ભુજ નજીક એક દાડમ બજાર ઉભી કરવામાં આવી અને આ બજારમાં ફળના ગ્રેડ પ્રમાણે ખેડુતોને સીધા અને સારા ભાવ પણ મળે છે.કચ્છના ખેડુતોના કહેવા મુજબ નબળી ક્વોલીટીના દાડમના 50 થી 70 રૂપીયા મળ્યા છે.દાડમના વાવેતરમાં ગમે તેવું પાણી ચાલે અને ઓછા પાણીએ સારો પાક મેળવી શકાય છે માટે ખેડુતોને પોસાય છે.