બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (13:05 IST)

ઇઝરાયલી ટેકનિકથી ગુજરાતના કૃષિ ક્ષેત્રને નવા જીવતદાનની આશા

ગુજરાતમાં કૃષિ વિકાસ દર બે આંકડાની નીચે છે અને ખેડૂતોની સ્થિતિ કરોડોની સબસિડી પછી પણ બેહાલ છે ત્યારે ઇઝરાયલની કૃષિ-હોર્ટીકલ્ચર ટેકનિક આશાસ્પદ સાબિત થઇ શકે છે. સાબરકાંઠાના વદરાડ ખાતે ઇઝરાયલની સીધી દેખરેખથી ચાલતા હોર્ટીકલ્ચરલ સેન્ટર સાથે સંકળાયેલા ખેડૂતોની સફળતા પરથી સાબિત થયું છે. તેના કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પીએમ બેન્જામીન નેતન્યાહુ આ સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત પણ લેવાના છે.   ઇઝરાયલની મદદથી તલાલા ખાતે કેરી માટે હાઇ ડેન્સીટી અને જૂની વાડીના નવીનીકરણ માટે અને ભૂજના કુકમા ખાતે ખારેક માટે પણ આવા સેન્ટર શરૂ કરાયા છે. ગુજરાતમાં હાલ બન્ને દેશ વચ્ચે થયેલા એમઓયુ મુજબ ત્રણ સેન્ટર છે અને આ મહાનુભાવોની મુલાકાત બાદ વધુ ત્રણથી ચાર જેટલા સેન્ટર શરૂ થાય તેવી શકયતા છે.  આ ટેકનિકનો ફાયદો લેતા એક ખેડૂત પોતાની પાસે ૨૫ વિઘા જમીન હોવા છતાં બીજી ૩૦૦ વિઘા જમીન ભાડે લઇને ખેતી કરે છે. તો અન્ય ખેડૂત નર્સરીને લગતી ખેતી કરીને વર્ષે કરોડ ઉપરાંતનું ટર્ન ઓવર કરે છે તેમાં પચાસ ટકા કરતા વધુ નફો હોય છે. આ ટેકનિક એટલી ફાયદાકાર નિવડી છે કે તે શીખી ગયેલા ખેડૂત અન્યને પણ ધરૂ વેચતા થઇ ગયા છે