શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 20 માર્ચ 2018 (11:02 IST)

શેર બજારમાં સતત પાંચમાં દિવસે વેચવાલી, સેંસેક્સ 253 અંક તૂટીને 33000થી નીચે પહોંચ્યો

દેશના શેયર બજારમાં સોમવારે સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાવ્યો. મુંબઈના શેયર બજાર(બીએસઈ)ના નિફ્ટી પણ 101 અંકથી નુકશાન સાથે 10,094 અંક પર બંધ થયો.  નબળા વૈશ્વિક રૂખને કારણે વિદેશી કોષોની નિકાસીથી બજારમાં ઘટાડો ચાલુ રહ્યો. 
 
પાંચ દિવસમાં 995 અંક તૂટ્યો સેંસેક્સ 
 
મુંબઈ શેયર બજારના 30 શેયરવાળો સેંસેક્સ 33,269 અંક પર મજબૂત ખુલ્યા પછી વેપાર દરમિયન 33,276ના ઉચ્ચતમ સ્તર સુધી આવ્યો. જો કે પછી નફા વસૂલીની પ્રક્રિયા ચાલવાથી આ
32,856 અંક સુધી નીચે આવ્યો. અંતમાં સેંસેક્સ 0.76 ટકાના નુકશાનથી  32,923 અંક પર બંધ થયો. આ ગયા વર્શે 6 ડિસેમ્બર પછી સેંસેક્સનુ સૌથી નીચલુ સ્તર છે.  એ દિવસે સેંસેક્સ 32,597 અંક પર બંધ થયો હતો.  સતત પાંચ સત્રોમાં સેંસેક્સમાં 995 અંકોનો ઘટાડો આવી ચુક્યો છે. નેશનલ સ્ટાક એક્સચેંજનો નિફ્ટી પણ વેપાર દરમિયાન 10,224  થી 10,075 અંકના હદમાં રહ્યો.