શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (14:15 IST)

દિવાળી પહેલા સીંગતેલ થયું સસ્તું

Peanut oil became cheaper before Diwali- સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. દિવાળી અને છઠ પૂજા પહેલા ખાદ્યતેલના ભાવ સસ્તા થયા છે. એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં રૂ.100થી 125નો ઘટાડો થયા છે. દિવાળી તહેવારી સીઝનમાં આ ગૃહણિઓ માટે આ રાહતની વાત છે. 
 
રાજકોટમાં છેલ્લા એકાદ મહિનાથી સીંગતેલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં વીતેલા સપ્તાહમાં વધુ 100થી 125 રૂપિયાનો ઘટાડો થયો છે. જેને લઈ સીંગતેલના ભાવો ડબ્બે રૂ.2650-2700ના સ્તરે પહોંચ્યા છે.

હાલ મગફળીની સારી આવક તેમજ નવી મિલો શરૂ થવાને કારણે ભાવ ઘટી રહ્યા છે. આ ભાવ ઘટાડો દિવાળી સુધી આગળ વધવાની શક્યતા છે. દિવાળી બાદ ભાવ સ્ટેબલ રહેવાની કે વધારો થવાની આશા વેપારીઓ સેવી રહ્યા છે.