આજે ફરી મોંઘુ થયુ પેટ્રોલ - જાણો તમારા શહેરની કિમંત
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતો હજુ પણ ઊંચા સ્તર પર કાયમ છે. જેની અસર ભારતીય બજારોમાં જોવા મળી રહી છે. કાચા તેલની ઊંચી કિમંતોને કારણે સ્થાનીક સ્તર પર પેટ્રોલ-ડીઝલની કિમંતો વધી રહી છે. દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે મંગળવારે 5 માર્ચ 2019ના રોજ પેટ્રોલની કિમંતોમાં 7 પૈસા અને ડિઝલની કિમંતોમાં 10 પૈસાનો વધારો કર્યો.
આ છે પેટ્રોલનો ભાવ - દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. મંગળવારે 7 પૈસાની વધારા પછી પેટ્રોલ 72.24 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો. કલકત્તામાં પેટ્રોલ 7 પૈસા મોંઘુ થઈને 74.33 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 7 પૈસા વધીને 77.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. ચેન્નઈમાં પેટ્રોલ 7 પૈસાના વધારા પછી 74.02 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
આ છે ડીઝલનો ભાવ - દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 10 પૈસાના વધારા પછી 67.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. કલકત્તામાં ડીઝલ 10 પૈસા વધ્યા પછી 69.43 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલ 10 પસિઆ મોઘુ થઈ ગયુ છે અને આ 70.86 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. ચેન્નઈમાં ડીઝલ 11 પસિઆના વધારા પછી 71.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.
કાચા તેલની કિમંતો રજુ - આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમાં તેજીનુ વાતાવરણ છે. સોમવારે બ્રૈટ ક્રૂડ ઓઈલ 0.38 ટકાની ઝડપ સાહ્ત 65.32 ડોલર પ્રતિ બૈરલ પર વેપાર કરી રહ્યુ છે. WTI ક્રૂડ પ્ણ્ણ 0.45 ટકાના વધારા સાથે 56.05 ડોલર પ્રતિ બૈરલ પર વેપાર કરી રહ્યુ છે. વીતેલા નવેમ્બર પછી આ પહેલીવાર છે જ્યારે બ્રૈટ ક્રૂડ 65 ડૉલર પ્રતિ બૈરલ અને WTI ક્રૂડ સતત 55 ડૉલર પ્રતિ બૈરલના પાર ચાલી રહ્યુ છે.