PNB scam:- એ 6 ભૂલ જેને કારણે થયુ પીએનબી મહાકૌભાંડ

Last Modified ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (17:18 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પહેલીવાર પંજાબ નેશનલ બેંકપર ચુપ્પી તોડી છે.
તેમણે કહ્યુ કે આ માટે જવાબદાર લોકો સામે કડક પગલા લેવામાં આવશે. તેમણે તેને બેંક અને ઓડિટર્સની ચૂક બતાવી છે. આમ છતા રિઝર્વ બેંકની ભૂમિકા પર પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.

આટલો મોટુ ઘફલુ અનેક સ્તર પર બેદરકારી, મિલીભગત્ કે વ્યવસ્થામાં ગડબડીનુ કારણ બન્યુ. તેમા અરુણ જેટલીની નજરમાં કામ કરનારા અને વિભાગોની પણ બેદરકારીનો સમાવેશ છે. આ મહા કૌભાંડમાં ચૂક માટે
અરુણ જેટલીએ કોને કોને ટાઈટ કરવા પડશે.

1. નાણાકીય મંત્રાલય અને કોર્પોરેટ અફેયર્સ મંત્રાલય -

આરબીઆઈ, ઈનકમ ટેક્સ, કોર્પોરેટ અફેયર્સ વિભાગ, ફાઈનેંશિયલ ઈંટેલિજેંસ યૂનિટ મતલબ એફઆઈયો અને ઈંફોર્સમેંટ ડાયરેક્ટરેટ(ઈડી), આ બધા કેન્દ્ર સરકારના અધીન છે અને તેમની ચૂક કે ઉદાસીનતાની જવાબદાર સરકાર જ છે. બેકિંગ સિસ્ટમની જવાબદારી છે કે તે શંકાસ્પદ લેવદેવડ વિશે એફઆઈયૂને બતાવે જે તેને તપાસ એજ6સી ઈડી અને ઈનકમ ટેક્સ વિભાગને મોકલે છે. જેમને આના અંગે પગલાં લેવાના હોય છે.

જ્યારે ઓડિટર્સ કોઈ કંપનીની કાર્યપ્રણાલી કે કોર્પોરેટ ગર્વર્નેસમાં કમી જુએ છે તો કોર્પોરેટ અફેયર્સ વિભાગને તેની માહિતી આપે છે. પછી મંત્રાલયને તેના પર કાર્યવાહી કરવાની હોય છે.

કંપની ઑડિટર ડેલૉયટ હેસકિંસ એંડ શેલ્સે નીરવ મોદીની મુખ્ય કંપની ફાયરસ્ટાર ઈંટરનેશનલમાં આવકને ખાતામાં બતાવવાના મામલે કમજોર ઈંટરનલ કંટ્રોલની વાત બતાવી હતી, પણ કાર્યવાહી કરવામાં આવી નહી.

અર્નસ્ટ એંડ યંગે પીએનબીના સિસ્ટમ અને કેટલાક અધિકારીઓની ક્ષમતામાં કમીની રિપોર્ટ આપી હતી. ગીતાંજલિ જ્વેલર્સન ઓડિટમાં કંપની પર આર્થિક દબાણ અને કર્જને સમય પર ન આપવાની રિપોર્ટ આપવામાં આવી હતી. તો કમજોર અને જોખમ ભર્યા કોર્પોરેટ ગર્વનેસ પર કાર્યવાહી થવી જોઈતી હતી. ઈડી અને ઈનકમ ટેક્સ એ છેલ્લા 2-3 વર્ષમાં એફઆઈયૂની રિપોર્ટ પર એક્શન લેવી જોઈતી હતી પણ ત્યા પણ તેમણે ઢીલાપણું બતાવ્યુ.
punjab bank limited
2. બેંકના કામકાજમાં ગડબડ

બેંકમાં લેવડ-દેવડ મેકર એંડ ચેકર્સ વ્યવસ્થા પર થાય છે. મતલબ લેવડ દેવડની વિગત એક અધિકારી બનાવશે તો બીજો તેને તપાસશે અને ત્રીજો તેને એપ્રૂવ કરશે.

ત્યારબાદ પણ સતર્કતા વિભાગના અધિકારી તેમના કામકાજ પર નજર રાખે છે. બેંકનુ ઈંટરનલ ઑડિટ નિયમિત રૂપે રક્ષકની ભૂમિકા ભજવે છે. બેંકની દરેક લેવડ દેવડ સીબીએસ મતલભ કોર બેકિંગ સિસ્ટમ પર નોંધવી જોઈએ અને સ્વિફ્ટ અદ્વારા થયેલ લેવડદેવડ આટલા વર્ષો સુધી પકડમાં ન આવવી એ ખરેખર આશ્ચર્યની વાત છે.

સ્વિફ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ મોટા પાયા પર થાય છે અને આ લેવડ દેવડ મોટાભાગે મોટી ધનરાશિની હોય છે. જોખમની શક્યતાને કારણે બેંક હંમેશા વધુ સતર્કતા રાખે છે. પર્યાપ્ત માર્ઝિન વગર LOUને બેંક અધિકારી સ્વિફ્ટના માધ્યમથી સતત 6 વર્ષોથી મોકલતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી હોય આ અવિશ્વસનીય લાગે છે અને આવુ મિલીભગત સિવાય શક્ય હોઈ શકતુ નથી.


3. RBIની ચૂક -


ટેકનોલોજીના આ યુગમાં આ વાત પર પણ નવાઈ લાગે છે કે સ્વિફ્ટના માધ્યમથી લેવડ દેવડને આટલા વર્ષો સુધી સીબીએસનો ભાગ કેમ ન બનાવવામાં આવ્યો. જ્યારે કે મોટાભાગની ખાનગી બેંક બધો વેપાર (સ્વિફ્ટ લેવડ દેવડ પણ) સીબીએસ દ્વારા કરે છે અને બધી લેવડ-દેવડ રિયલ ટાઈમ રિપોર્ટ હોય છે.

આ ઉપરાંત આરબીઆઈની એક્સપર્ટ ઈંસ્પેક્શન ટીમે સમય સમય પર આ બેંકની લેવડ-દેવડ અને કાર્યપ્રણાલીની ઊંડી તપાસ કરી હશે અને છ વર્ષમાં એવુ અનેકવાર બન્યુ હશે. તેમને પણ આટલા મોટા કૌભાંડની ગંધ પણ ન આવી આ નવાઈની વાત છે.


4. Auditors શુ કરી રહ્યા હતા ?

બેંકના વેપાર આરબીઆઈની નજર ઉપરાંત પાંચ પ્રકારની ઓડિટ નજરમાં થાય છે. બેંકનુ ક્રેડિટ ઓડિટ, બેંકનુ આંતરિક ઓડિટ, કૉનકરંટ ઑડિટ, સ્ટૉક ઓડિટ અને એક્સટર્નલ સ્ટેટુરી ઑડિટ, સતત છ વર્ષમાં કોઈપણ ઓડિટ આ કૌભાંડને પકડવામાં ચૂકી ગયુ કે પછી તેમણે જાણી જોઈને આવુ કર્યુ ?
5. LoU પર લેવડ દેવડવાળા બેંકોની ભૂલ

છેલ્લા છ વર્ષથે સતત લેટર ઓફ અંડરટેકિંગના આધાર પર કર્જ લેવામાં ગડબડમાં સામ્લે સ્ટેટ બેંક, યૂનિયન બેંક, ઈલાહાબાદ બેંક, એક્સિસ બેંકે આ પ્રકારના દસ્તાવેજોનુ સત્યાપન કર્યુ નથી.

આશ્વર્યની વાત પણ છે કે આ એલઓયૂ એક જ સમૂહની કંપનીઓ માટે હતુ (બનાવટી કંપનીઓ માટે હતુ) તેમનુ સત્યાપન કે ડબલ ચેકઅપ ન કર્યુ જ્યારે કે તેમની સંખ્યા વધારવાની પણ વાત સામે આવી છે. આ એક મોટી ચૂક દેખાય રહી છે.


6. Alertsને કર્યુ નજરઅંદાજ

છેલ્લા કેટલાક વર્ષોથી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે જોડાયેલી કંપનીઓ વચ્ચે શંકાસ્પદ લેવડ દેવડનુ એલર્ટ રજુ છતા પણ આ મામલે કોઈ પગલા લેવામાં આવ્યા નહી. એફઆઈયૂની રિપોર્ટ્સને નજર અંદાજ કરવામાં આવી. આવકવેરા વિભાગે કોઈ સખત પગલા લીધા નહી આ પણ એક મોટી ચૂક દેખાય રહી છે.


આ પણ વાંચો :