1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2015 (12:58 IST)

IRCTC એ શરૂ કરી ઓનલાઈન કૈબ, કુલી અને ભોજનની સુવિદ્યા

રેલવેના મુસાફરોની સુવિદ્યા માટે કૈબ, કુલી અને ભોજનની ઓનલાઈન બુકિંગની સુવિદ્યા શરૂ કરવામાં આવી છે અને આ જવાબદારી ભારતીય રેલ અને ખાન-પાન નિગમ (આઈઆરસીટીસી)ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત બધા રેલવે સ્ટેશનો પર જરૂરી દવાઓ અને પાટા-પટ્ટી સાથે ફસ્ટ એડ બોક્સની સુવિદ્યા પણ સંચાલિત કરવામાં આવી રહી છે. 
 
રેલ મંત્રી સુરેશ પ્રભુએ લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે કૈબની ઓનલાઈન બુકિંગ સુવિદ્યા 26 અને કુલીઓ માટે આ સુવિદ્યા 21 સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે.  પહેલા આ બંને સુવિદ્યા ફક્ત 21 સ્ટેશનો સુધી જ સીમિત હતી પણ દક્ષિણ મધ્ય રેલવે અને પશ્ચિમી રેલવેના પાંચ સ્ટેશનોમાં કૈબની ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરવામાં  આવી છે.  આ સ્ટેશનો પર કુલીની સુવિદ્યા હાલ ઓનલાઈન થઈ નથી. 
 
તેમણે જણાવ્યુ કે રેલોમાં મુસાફરોના ખાન-પાનની ઓનલાઈન પર્યાપ્ત સુવિદ્યા આપવામાં આવી રહી છે અને હાલ આ સુવિદ્યા પેટ્રીકાર વગરની 1482 રેલ ગાડીઓમાં પાયલટ યોજના હેઠળ એક વર્ષ માટે શરૂ કરવામાં આવી છે.  તેમનુ કહેવુ હતુ કે મુસાફરો જે ઈચ્છે છે તેમને એ જ સામગ્રી આપવામાં આવી રહી છે. તેમનુ કહેવુ હતુ કે આ સતત ચાલનારી પ્રકિયા છે અને તેમા સુજાવ અને અનુભવના આધાર પર જરૂરી ફેરફાર થતા રહેશે. 
           
શ્રી પ્રભુએ કહ્યુ કે મુસાફરોને યોગ્ય કિમંત પર સ્તરીય ચા, નાસ્તો અને ભોજન આપવામા આવી રહ્યુ છે. જોનલ રેલવેને સ્થાનીય ભોજનના આધાર પર મેન્યૂ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.