ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 20 મે 2019 (11:27 IST)

લોકસભા ચૂંટ્ણી પૂરી થતા જ મોંઘુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણ્ણો આજનો ભાવ

લોકસભા ચૂંટણીના પરિણામો સાતમા અને અંતિમ ચરણનુ મતદાન સંપન્ન થવાના ઠીક એક દિવસ પછી સોમવારે તેલ વિતરણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા. પેટ્રોલ દિલ્હી અને મુંબઈમાં નવ પૈસા જ્યારે કે કલકત્તામાં આઠ પૈસા અને ચેન્નઈમાં 10 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયુ છે. ડીઝલના ભાવ દિલ્હી અને કલકત્તામાં 15 પૈસા જયરે કે મુંબઈ અને ચેન્નઈમાં 16 પૈસા પ્રતિ લીટર વધી ગયા છે. 
 
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે કોઈ ફેરફાર ન થયો. કમોડિટી બજારના નિષ્ણાતો મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં આવેલ તાજેતર તેજી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ રાહતની કોઈ શક્યતા નથી. 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ સોમવારે દિલ્હી કલકત્તા મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ વધીને ક્રમશ 71.12 રૂપિયા, 73.19  રૂપિયા , 76.73  રૂપિયા અને 73.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. ડીઝલના ભાવ પણ ચારેય મહાનગરોમાં વધીને ક્રમશ 66.11  રૂપિયા, 67.86  રૂપિયા, 69.27  રૂપિયા, અને 69.88  રૂપિયા, પ્રતિ લીટર થઈ ગયો.