સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (12:07 IST)

દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો

દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશમાં ઈંધણના સતત ભડકે બળતા ભાવથી સામાન્ય જનતા ત્રસ્ત છે. આજે પણ પેટ્રોલ-ડીઝલ બંનેમાં પ્રતિ લિટરે 35 પૈસાનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ પેટ્રોલનો ભાવનગરમાં નોંધાયો છે. ભાવનગરમાં 34 પૈસાના વધારા સાથે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 107.35 રૂપિયા થયો છે. જયારે ડીઝલનો ભાવ 62 પૈસાના વધારા સાથે 107.07 રૂપિયા થયો છે
 
દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યમાં ભાવનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત પ્રતિ લિટરે 107 રૂપિયા પર પહોંચી ગઈ છે.રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.56 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.29 રૂપિયા પર પહોંચી છે.ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.78 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.50 રૂપિયા પર પહોંચી છે.રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.32 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.06 રૂપિયા પર પહોંચી છે


જાણો આજે ચાર મહાનગરોમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
 
દિલ્હી પેટ્રોલ 108.99 રુપિયા અને ડીઝલ 97.72 રુપિયા પ્રતિ લીટર
મુંબઈ પેટ્રોલ 114.81 રુપિયા અને ડીઝલ 105.86 રુપિયા પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ 105.74 રુપિયા અને ડીઝલ 101.92 રુપિયા પ્રતિ લીટર
કોલકત્તા પેટ્રોલ 109.46 રુપિયા અને ડીઝલ 100.84 રુપિયા પ્રતિ લીટર
ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં 20 વારથી વધારે વાર ભાવમાં વધારો થયો
 
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં 20 વારથી વધારે વાર ભાવમાં વધારો થયો છે. માત્ર 3 મહિનાને છોડીને દર રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓક્ટોબરમાં પેટ્રોલ 5.15 રુપિયા મોંઘું થઈ ગયુ છે તો ડીઝલ પણ 5 રુપિયા વધી ગયું છે. કાચા તેલની કિંમતોમાં તેજી યથાવત છે. હજું પણ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.
 
આ રાજ્યોમાં 100 રુપિયાને પાર છે પેટ્રોલના ભાવ
 
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયા પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ બાદના ભાવના કારણે અલગ હોય છે.