શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 નવેમ્બર 2020 (12:10 IST)

લક્ષ્મી વિલાસ બેંક પર RBIએ પ્રતિબંધ

લક્ષ્મી વિલાસ બેંક પર RBIએ  પ્રતિબંધ લગાવી દીધો છે. કસ્યો।લક્ષ્મી વિલાસ બેંકની નાણાંકિય સ્થિતિ ખરાબ કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું 16 ડિસેમ્બર સુધી માત્ર રૂ. 25 હજાર જ ઉઠાવી શકાશે બેંકના દેવામાં સતત વધારો થતા RBIનો નિર્ણય 92 વર્ષ જૂની છે લક્ષ્મી વિલાસ બેંક રાજ્યમાં ઘણાં શહેરમાં આવી છે બેંકની શાખાઓ અમદાવાદ, આણંદ, ગાંધીધામ, ગાંધીનગરમાં છે  શાખાઓ નવસારી, જામનગર સુરતમાં પણ છે. 
 
આ નિર્દેશો અનુસાર આ બેંક RBIની પરવાનગી વિના કોઈ લોન અથવા તો ઉધાર આપી શકશે નહીં. અને ન તો જૂની લોનમાં નવીકરણ અથવા કોઈ રોકાણ કરી શકશે નહીં. બેન્ક પર નવી થાપણો સ્વીકારવા બદલ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે કોઈ ચુકવણી પણ કરી શકશે નહીં અથવા તો ચૂકવણી માટે કોઈ કરાર પણ કરી શકશે નહીં. જોકે RBIએ પ્રતિબંધ માટેનો આધાર આપ્યો નથી.
 
આપને જણાવી દઈએ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો- ઓપરેટિવ બેંક (PMC)માં થયેલા કથિત કૌભાંડ અંગે રિઝર્વ બેંકને ખબર પડી હતી. કૌભાંડ બહાર આવતાની સાથે જ RBIએ બેંક પર પ્રતિબંધ મુકી દીધો હતો. બેંકને કટોકટીથી બચાવવા માટે RBIએ 24 સપ્ટેમ્બર 2019ના રોજ પૈસા પાછા ખેંચવાની મર્યાદા અથવા મુદત લગાવી હતી.