RBI Monetary Policy Updates- પોલિસી દરોમાં કોઈ ફેરફાર નથી
રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી જાહેરાત, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહી . એટલે કે સતત 10મી વખત RBIએ દરો યથાવત રાખ્યા
દાસે જણાવ્યું હતું કે રેપો રેટ કોઈ ફેરફાર વિના 4% પર રહેશે. MSF દર અને બેંક દર 4.25% પર યથાવત રહેશે. રિવર્સ રેપો રેટ પણ 3.35% પર યથાવત રહેશે. જીડીપી અંગે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે 2022-23 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.8% રહેવાનો અંદાજ છે.