ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (17:36 IST)

RIL ચેયરમેન મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથ ધામમાં કરી પૂજા અર્ચના

mukesh ambani
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના ચેયરમેન અને એમડી મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોચ્યા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પૂજા અર્ચના કરી અને દેશની ખુશહાલીની કામના કરી. ત્યારબાદ રિલાયંસ ઈંડસ્ટ્રીજના ચેયરમેન મુકેશ અંબાણી કેદારનાથ ધામ પણ ગયા અને પૂજા અર્ચના કરી. 

 
કેદારનાથ પહોંચવા પર મંદિર સમિતિએ તેમનુ સ્વાગત કર્યુ. આ દરમિયાન ભગવાન બદ્રી વિશાળના શ્રૃંગારમાં પ્રયોગમાં લાવવામાં આવનારી તુલસીના માળા પણ મુકેશ અંબાનીને ભેટ સ્વરૂપ આપવામાં આવી. બદ્રીનાથ મંદિરના સભા મંડળમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાનીએ સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા અને મંદિરના ગર્ભગૃહમાં થોડીવાર ધ્યાન લગાવ્યુ.