25 ઓક્ટોબરથી દિલ્હીમાં PUCC વગર પેટ્રોલ-ડીઝલ નહીં મળે, સરકારે પેટ્રોલ પંપોને નોટિસ ફટકારી
દિલ્હી સરકારે દિલ્હીમાં હાજર તમામ પેટ્રોલ પંપોને 25 ઓક્ટોબરથી ફક્ત તે જ લોકોના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરવાનો આદેશ આપ્યો છે જેમની પાસે PUC પ્રમાણપત્ર છે. પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ વિના હવે દિલ્હીમાં 25 ઓક્ટોબર પછી ડીઝલ-પેટ્રોલ નહીં મળે. દિલ્હીના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એક નોટિસ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષથી જૂના વાહનોને પીયુસી સર્ટિફિકેટ લેવું પડશે. આ નિયમ ઈલેક્ટ્રિક કે બેટરીથી ચાલતા વાહનો પર લાગુ થશે નહીં.
પર્યાવરણ વિભાગે એક નોટિફિકેશન જાહેર કરી વિચાર કરી રહી છે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપના તમામ ડિલર માટે આ અનિવાર્ય કરવામાં આવે કે 25 ઓક્ટોબરથી માન્ય પીયૂસીસી બતાવે તો જ વાહનોને ફ્યૂલ વેચી શકશે
આ ઉપરાંત દિલ્હી સરકારે પડોશી રાજ્યોમાં આવનાર તમામ બસની આનંદ વિહાર બસ સ્ટોપ પર પીયુસી સંબંધી તપાસ કરવા માટે ટુકડી બનાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે પ્રદૂષણના સ્તરને કાબૂમાં કરવાના પ્રયત્ન અંતગર્ત પીયુસી ન ધરાવનારા વાહનો વિરૂધ્ધ કાર્યવાહી તેજ કરી છે.