રોજગાર સમાચાર - આ બેંકમાં 324 POની ભરતી થઈ રહી છે, 22 DEC સુધી કરો અરજી

Last Updated: મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (16:31 IST)
ઈંડિયન બેંક પોતાની શાખાઓ માટે 324 પ્રોબેશનરી ઑફિસર(પીઓ) ભરતી કરશે. આ પદ માટે યોગ્ય ઉમેદ્વારોની પસંદગી માટે બેંક ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરશે. બેંક અધિકારી બનવા માંગતા યુવા પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે.

ખાલી પદની વિગતવાર માહિતી

જનરલ કેટેગરી પદ - 165
ઓબીસી પદ - 87
એસસી પદ - 48
એસટી પદ - 24

યોગ્યતા - માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈ પણ વિષયમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત હોય
આયુ સીમા - 1 જુલાઈ 2016ના રોજ ન્યૂનતમ 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ
અરજી માટે ફી - 600 રૂપિયા. દિવ્યાંગો અને એસસી એસટી માટે 100 રૂપિયા.

સૂચના - પદ માટે પસંદગી પામનારા ઉમેદવારોએ પહેલા ઈંડિયન બેંક મણિપાલ સ્કૂલ ઑફ બેંકિંગમાંથી બેકિંગ એંડ ફાઈનેંસમાં એક વર્ષીય પીજી ડિપ્લોમાં મેળવવો પડશે. ત્યારબાદ સંબંધિત ઉમેદવારોને બેંકમાં પદ આપવામાં આવશે.

ઑનલાઈન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ - 22 ડિસેમ્બર 2016
ઓનલાઈન પરીક્ષા - 22 જાન્યુઆરીઆ પણ વાંચો :