બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (13:15 IST)

ઈલેકટ્રીક વાહનોની બેટરીનો વિશ્ર્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં: ત્રણ જાપાની કંપનીનું સાહસ

ગુજરાતમાં લિથિયમ-આઈન બેટરી અને ઈલેકટ્રોડસ બનાવવા જાપાની કંપનીઓ સુઝુકી મોટર્સ, તોશિબા અને ડેન્લોએ સંયુક્ત સાહસ રહ્યું છે. આ પ્લાન્ટ હાંસલપુર ખાતે નખાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ લિથિયમ-આઈન બેટરી પ્લાન્ટ વિશ્ર્વનો સૌથી મોટો હશે.

આ સંયુક્ત સાહસમાં કેટલું રોકાણ થશે તેથી વિગતો જાહેર થઈ નથી, પણ એ આઠ વર્ષમાં તબકકાવાર રૂા.30000 કરોડથી રૂા.50000 કરોડનું હશે. ઈલેકટ્રીક વાહનોની ડિમાન્ડ કેટલી વધે છે એના પર રોકાણ આધારીત. ભારતમાં લિથિરમાં આઈન બેટરી અને ઈલેકટ્રોડ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ નાખવાનો ત્રણ જાપાની કંપનીઓનો નિર્ણય ભારત જેવા મોટા બજારને વટાવવાનો છે. રાજય સરકારના એક અધિકારીએ આ પ્લાન્ટ નાખવાની યોજનાને સમર્થન આપ્યું હતું. સંયુક્ત સાહસમાં સુઝુકી મોટર્સ મુખ્ય ભાગીદાર હશે.

સુઝુકીના નેતૃત્વ હેઠળનું આ જૂથ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટ નજીક જમીન લેશે. રાજય સરકારે મહેસુલી બાબતોની મંજુરી આપી દીધી છે અને આકર્ષક પ્રોત્સાહનો પણ આપ્યા છે. દરમિયાન, તાતા જૂથે બોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (સર)માં જમીન લીધી છે. કંપનીએ લિથિયમ આઈન બેટરી પ્લાન્ટ માટે જમીન ખરીદવા પ્રથમ હપ્તા પેટે રૂા.40 કરોડ ચૂકવી પણ આપ્યા છે.